AAP ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના મત વિસ્તારમાઆવેલ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલની સુવિધા અને આધુનિક સાધનોના તથા સ્ટાફના અભાવ હોવા અંગે પ્રશ્નો વિધાનસભામા ઉઠાવ્યા બાદ હવે ડેડીયાપાડા એસટીના પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેઓ વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કર્મચારીઓ અને મુસાફરોની એસટી પ્રશ્ને સંખ્યા લોકો ના પશ્ર્નો લઈ એસ.ટી. ડેપોએ પહોંચ્યા હતા એસટી સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લીધો હતો.
ધારાસભ્યએ આ વિસ્તારની 24 જેટલી બસો ના રૂટ બંધ હોવાનું જણાવ્યું હતું. ખાસ કરીને આ વિસ્તારમા મુસાફરો, ધંધા રોજગાર માટે જતા મુસાફરો તથા વિદ્યાર્થીઓ એ અપડાઉન કરવામાંઘણી મુશ્કેલી પડતી મુશ્કેલીઓની રજુઆત ધારાસભ્યને કરતા તેમણે ડેપો મેનેજર સામે એસટીના પ્રશ્નોનીઝડી વરસાવી જવાબો માંગ્યા હતા. ખાસ કરીને ફાળવાતી બસો ખખડધજ, ભંગાર બસો મુસાફરોને માથે મારવામાં આવે છે. આવી બસો નહીં ચલાવાય.
તેમણે સાત દિવસમા પૂરતી બસો સમયસર નહીં ફાળવાય તો એસટી ડેપોને તાળા મારવાની ચીમકી આપી હતી. અંકલેશ્વર ડેપો પર જાતે જઈને તપાસ કરીશ, જાતે ચેકીંગ કરીશું, જરૂર પડે અંકલેશ્વર ડેપોપર જઈશું અને ત્યાંની એક પણ બસોને ઉપડવા દઈશું નહીં. અને બધી બસો હાઇજેક કરીશું વનબંધુ કલ્યાણની જેટલી બસો અમારા વિસ્તારને ફાળવી છે તે ક્યાં ફરે છે તેની તપાસ કરીશું અને આ બસો ક્યાં ગઈ તેનો હિસાબ પણ માંગીશું એવી ચીમકી પણ આપી હતી અને એ બસો આ બાજુ લાવીશું. આ અંગે હુંરાજપીપલા, અંકલેશ્વર એસટી ડેપો મેનેજર, તેમજ એસટી નિગમને લેખિત રજૂઆત કરીશ. તેમણે એવી પણ ચીમકી આપી હતી કે સાત દિવસમા પૂરતી સારી બસો નહીં ફાળવાય તો એસટી ડેપોને તાળા મારી દઈશું. અંકલેશ્વરથી એક પણ બસ નહીં ઉપડવા દઈએ એવી ચીમકી પણ આપી હતી. આ પ્રસંગે ડેડીયાપાડા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓ, કર્મચારીઓઅને મુસાફરોએ સમયસર પૂરતી બસો મળતી ન હોવા અંગેની ધારાસભ્યને રજુઆત કરતા તેમના પ્રશ્નો સાંભળીને હલ કરવાની ખાત્રી પણ આપી હતી. ખાસ કરીને ખીચોખીચ ભરેલી બસમાં એક બસમાં બે બસના પેસેન્જર તે પણ ઉભા ઉભા મુસાફરી કરતા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ ગુજરાત સરકાર પર સવાલો ઉઠાવ્યા કે ” ગુજરાત સરકાર વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી સમાજના 20 હજાર કરોડના બજેટમાંથી હજારો બસો ફાળવેલ છે તે બસો ગઈ ક્યાં ? સરકાર સૌનો સાથ સૌના વિકાસની વાતો કરે છે તો અમારા લોકો સાથે અન્યાય કેમ? આવનાર સમયમાં ટ્રાઈબલ બજેટમાંથી ફાળવેલ બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં નહીં આવે અને બંધ રૂટ ફરી ચાલુ નહીં કરવામાં આવે તો મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે અંકલેશ્વર ડેપો એ જઈ ડેપો બંધ કરવાની ચિમકી ઉચ્ચારી, વધુમા જણાવ્યું કે નવી બસો મંત્રીઓના કાર્યક્રમોમાં તેમજ સ્ટેચ્યુ પર ફાળવી દેવામાં આવે છે. તૂટેલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવે છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને તકલીફ પડે છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ સરિબાર, વાંદરી -કંજાલ, રાજપીપલા -કુકરમુંડા, અંકલેશ્વર -બોરી પીઠા, ડેડીયાપાડા, અંકલેશ્વર -ડેડીયાપાડા, અંકલેશ્વર -ડેડીયાપાડા મેટ્રો, અંકલેશ્વર -પીપલોદ, ડેડીયાપાડા -ચીકદા, ડેડીયાપાડા -ખૈડીપાડા, ઝગડિયા-વાડવા (નાઈટ હોલ્ટ ),ઝગડિયા-વડપાડા (નાઈટહોલ્ટ ),ઝગડિયા-બેડવાણ (નાઈટ હોલ્ટ ),રાજપીપલા -પીપલોદ,(નાઈટહોલ્ટ ),રાજપીપલા -ક્લતર, ડેડીયાપાડા -નાની બેડવાણ, ડેડીયાપાડા -વાંકલ જેવી રૂટોની બસો છેલ્લા એક દોઢ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે
ત્યારે ડેપો મેનજર સામે આ બસો કેમ બંધ છે?તમે રજુઆત કેમ કરતા નથી? તમારી જવાબદારી નથી? એમ કહી કહી સવાલોની ઝડી વરસાવી હતી. અને સમયસર પૂરતી બસો નહીં ફાળવાય તો અમે બસોનો બહિષ્કાર કરીશું. રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
હવે એ જોવું રહ્યું કે ધારાસભ્યની રજૂઆત પછી નવી અને બંધ થયેલી બસો સમયસર દોડતી થાય છે કે નહીં?
દીપક જગતાપ, રાજપીપલા