Proud of Gujarat
INDIAFeaturedGujarat

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા દેડિયાપાડા ખાતે યોજાઇ.

Share

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા મોતીનગર દેડિયાપાડા ખાતે યોજાઇ હતી. જેમાં સાધારણ સભાના પ્રમુખ તરીકે નર્મદા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ અને ગુજરાત પેન્શનર મંડળ ફેડરેશનના ખજાનચી છગનભાઇ વણકરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. પ્રારંભમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા સભ્યો તથા કમિટિના સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે ડેડીયાપાડાના કલ્પેશભાઈ પાટીલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે પેન્શનર મંડળના પ્રમુખે કાર્યક્રમની રૂપરેખા આપી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મંડળના સભ્યો પૈકી જેમણે 80 વર્ષ પૂર્ણ કર્યા છે એવા એવા સદસ્યોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 2020-21 વર્ષનો હિસાબ ગુજરાતી મંડળના ખજાનચી અંબુભાઈ પ્રજાપતિએ વાંચન કરી બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ નવા કમીટી મેમ્બરની નિમણૂક કરવામાં આવી હતી તથા સંસ્થાના પ્રમુખ એમાં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, અને સિનિયર સિટિઝન કાર્ડ તથા આઇકાર્ડ બાબતે સમજ આપી હતી. ઉપરાંત બેંકમાં જે કર્મચારીઓના હયાતીના ફોર્મ ભરવાના બાકી હોય તેવા કર્મચારીઓને થયા તેના ફોર્મ ભરવા માર્ગદર્શન આપી અનુરોધ કર્યો હતો.

આ સભામાં નવા સભ્યો પૈકી નિવૃત્ત થયેલા ડેપ્યુટી કલેક્ટર માનસિંગભાઈ વસાવા એ જણાવ્યું હતું કે જ્યારે કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતું નથી લાગણી વ્યક્ત કરી હતી તે અનુસંધાને આજની સભામાં ઠરાવ કરી નિવૃત્ત કર્મચારીઓનું માન-સન્માન જળવાય તે અંગેનો ઠરાવ કરી એ ઠરાવ દરેક કચેરીઓમાં આપવાનું ઠરાવવામાં આવ્યું હતું પ્રમુખ સ્થાનેથી છગનભાઈ વણકરે પ્રાસંગિક પ્રવચન કરી સૌને શુભેચ્છા પાઠવી હતી અને જે તે નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

ProudOfGujarat

ભરૂચનાં ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભિલીસ્તાન ટાઇગર સેનાનાં આગેવાનો દ્વારા ધરણા પ્રદર્શન કરાયુ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!