Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતે ભારે બહુમતિથી ભવ્ય જીતના વિશ્વાસ સાથે ભાજપાના યુવા ઉમેદવાર હિતેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.

Share

આજે નર્મદાની બીજી બેઠક ડેડીયાપાડા બેઠક માટે ભાજપાના યુવા ઉમેદવાર હિતેશ વસાવાએ શક્તિ પ્રદર્શન કરી જંગી રેલી કાઢી તેમના સમર્થકો કાર્યકર્તાઓ સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં જિલ્લા મહા મંત્રી નીલ રાવની ઉપસ્થિતિ માં હરખથી હિતેશ વસાવાને વધાવી
નર્મદામાં વિકાસનું કમળ ખીલાવવાનો સંકલ્પ કર્યો હતો.

જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં ડેડીયાપાડા વિધાનસભા ભાજપના ઉમેદવાર તથા જનતાની સેવા માટે હંમેશા તત્પર લોકપ્રિય યુવા નેતા હિતેશ વસાવાએ પ્રજાની સેવા કરવાની તક મળે તેવા અડગ નિર્ધાર સાથે નામાંકન પત્ર ભર્યું હતું અને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપાના હોદ્દેદારો, આગેવાનો,કાર્યકર્તાઓ તેમજ શુભેચ્છકો અને પ્રજાજનો વિપુલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ભવ્ય વિજય માટે શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અયોધ્યાના રામ મંદિર માટે નીકળેલી અમૃત યાત્રા વડોદરા પહોંચી, દેશભરમાં 75 સ્થળોએથી જળ અને માટી એકત્રિત કરશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

ખૂનના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી નડિયાદ અદાલત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!