Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મોહબી અને ઘોડી ગામની બહેનોને ડાંગર ઝૂડવાનું મશીનનું વિતરણ કરાયું.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ન.કૃ.યુ ખાતે અગ્રીમ હરોળ નિદર્શન અંતર્ગત ડેડીયાપાડાના જુદા જુદા ગામો મોહબી અને ઘોડી ગામના સ્વયં સહાયતા સમૂહના બહેનોને થાક ઓછો લાગે, મજૂરી ખર્ચ બચે અને કાર્ય ઝડપથી થાય તે હેતુથી ડાંગર ઝૂડવાનું મશીન આપવામાં આવ્યું હતું, ચીલાચાલું પધ્ધતિમાં ડાંગરની લણણી વખતે દાણાનો બગાડ અને વેડફાતો વધુ સમય ઓછો કરવાના હેતુથી આ પ્રકારનું થ્રેસર આપવામાં છે. ડાંગરમાંથી તેના દાણા છૂટા પાડવા માનવશ્રમ ઉપરાંત ઈલેકટ્રીક મોટરથી સંચાલિત પેડી થ્રેસરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પગ સંચાલિત પેડી થ્રેસરમાં ઈલેકટ્રીક મોટર વગેરે ગોઠવી કરી તેના દ્ધારા ડાંગર ઝુંડવાનું કાર્ય થતું હોય છે. આ સાધનમાં ઉપયોગ વખતે ડાંગરના પૂળાને પકડી રાખવો પડતો હોય છે. થ્રેસરમાં ડાંગરના પૂળા પકડાઈ, ઝૂડાઈને બહાર આપોઆપ એવાને એવા નીકળે છે. જેથી તેનો ઉપયોગ પશુઓના ચારા તરીકે કરી શકાય છે. ડાંગર સાફ અને ચોખ્ખી નીકળે છે જેને ઉપણવી પડતી નથી. મજૂરથી ઝૂડેલ પૂળામાં ડાંગર રહી જતી હોય છે, જે આ થ્રેસરથી ઝૂડેલ ડાંગર પુળીયામાં રહેતી નથી. આ થ્રેસરથી ૧ વિઘાની ડાંગર કાઢતા લગભગ ૧.પ કલાક જેવો સમય લાગે છે. આ યંત્ર દ્વારા ઝડપથી કાર્ય થતું હોય મજૂરીની બચત થાય છે.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. પ્રમોદકુમાર વર્મા, વૈજ્ઞાનિક ડો. મીનાક્ષી તિવારી, ડૉ.વી કે પોશિયાની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

નડીયાદ પાસે કારને એસ.ટી.બસે ટક્કર મારતાં વૃદ્ધનું મોત નીપજયું.

ProudOfGujarat

શંકરતળાવ ગામે અજગર દેખાયો ,સરપંચના આગમનથી અજગર ઝડપાયો

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ડીસીએચસી સેન્ટર ખાતે આજે કોરોના ટેસ્ટ કરાવવા માટે ભારે ભીડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!