ડેડીયાપાડા તાલુકાના ઉપલીમોહબુડી ગામે ઉપલીમોહબુડી પાસે આવેલ આસનબાર વિસ્તારમા જાતરીયાભાઇ નવસાભાઇ વસાવાના ખેતરમાં આવેલ કાચા ઝુપડા પાસે વીજળી પડતા ઘટના સ્થળે જ બે ના મોત નીપજ્યા હતા. જેમાં 5 ની હાલત ગંભીર થતાં તમામ ઈજાગ્રસ્તોને ડેડીયાપાડા હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અંગે ફરીયાદી નામ સરનામુ લીલદાબેન નરેશભાઇ ધરમાભાઇ વસાવા રહે.માલ,મેડીફળીયુ તા.દેડીયાપાડાએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ આપી છે. બનાવની વિગત અનુસાર
મરનાર (૧) બાજુબેન w/૦ અમરસિંગભાઇ બાપાભાઇ વસાવા ઉ.વ.૫૭ રહે.માલ,મેડીફળીયુ તા.દેડીયાપાડા તથા (૨) દિનેશભાઇ અજમાભાઇ વસાવા ઉં.વ.૩૩ રહે.સામોટ દુકાનફળીયુ તા.દેડીયાપાડા
બનાવની વિગત અનુસાર ગામના કાલસીયાભાઇ વસાવા તથા મોલાબેન વસાવા તથા બાજુબેન અમરસિંગભાઇ વસાવા સાથે મનરેગા યોજનાનુ કામકાજ માલ, પટેલ ફળીયામા મજુરી કામ કરતા હતા,અને જ્યાં આગળ વાડ બનાવવાનુ હોઇ જેથી તેઓ ઉપલીમહબુડી, આસનબાર વિસ્તારમા જંગલમા વાંસ કાપવા માટે આસનબાર વિસ્તારમા જાતરીયાભાઇ નવસાભાઇ વસાવાના ખેતરથી ચાલતા ગયેલ હતા,અને તે વખતે જાતરીયાભાઇ નવસાભાઇ વસાવાના ખેતરમાં આ ઇજા પામનાર તેમજ મરનાર-દિનેશભાઇ અજમાભાઇ વસાવા ખેતરમા કામકાજ કરતા હતા, અને ફરિયાદી વાંસ કાપીને પરત આવતા હતા,અને તે વખતે વરસાદી વાવાઝોડુ તેમજ આકાશી વિજળીના ચમકારાનો અવાજ આવતા જેઓ જાતરીયાભાઇ વસાવાના ખેતરમા આવેલ કાચા ઝુપડામા પાસે સંતાઇ ગયેલ હતા,અને તે વખતે જાતરીયાભાઇ વસાવાના ખેતરમા કામ કરતા તેમના ઘરના માણસો પણ આ વરસાદી વાવાઝોડુ તેમજ આકાશી વિજળી પડતા ચમકારાનો અવાજ આવતા જેઓ કાચા ઝુપડામા સંતાઇ ગયેલ હતા,અને ફરિયાદી તથા કાલસીયાભાઇ દવલીયાભાઇ વસાવા કાચા ઝુપડાની નજીક આવેલ સાગના ઝાડ પાસે સંતાઇ ગયેલ હતા, કાચા ઝુપડા પાસે અચાનક આકાશી વિજળીનો ભડાકો થતા જેમા કાચા ઝુપડામા સંતાયેલ બાજુબેન w/૦ અમરસિંગભાઇ બાપાભાઇ વસાવા ઉ.વ.૫૭ રહે.માલ,મેડીફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદા તથા (૨) દિનેશભાઇ અજમાભાઇ વસાવા ઉ.વ.૩૩ રહે.સામોટ, દુકાન ફળીયુ તા.દેડીયાપાડાને ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. તેમજ અન્ય પાંચ જણાને ઇજા થઇ હતી.
ઇજા પામનારાઓમાં -(૧) અજમાભાઇ નવસાભાઇ વસાવા ઉ.વ.૫૫ તથા (૨) મનિષાબેન D/0 જાતરીયાભાઇ નવસાભાઇ વસાવા ઉ.વ.૧૯ તથા (૩) બારકીબેન w/O દિનેશભાઇ અજમાભાઇ વસાવા ઉં.વ.૨૮ તથા (૪) વંતિબેન W/0 અજમાભાઇ નવસા ભાઇ વસાવા ઉં.વ.પર તમામ રહે.સામોટ,દુકાન ફળીયુ તા.દેડીયાપાડા (૫) ઠુંગાબેન w/૦ ડુઅલીયાભાઇ સુરજીભાઇ વસાવા ઉ.વ.૪૫ રહે.સામોટ,મોગરીબેડાફળીયુ તા.દેડીયાપાડા જી.નર્મદાને ઇજા થવાથીતમામ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પીટલ દેડીયાપાડા ખાતે દાખલ કર્યા હતા. ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દીપક જગતાપ, રાજપીપળા