દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપરલૂંટ કરનાર ટોળકી ઝડપાઈ છે. જેમાં લુંટમાં પકડાયેલ મોબાઇલ તથા રોકડા રૂપિયા રીકવર દેડીયાપાડા તથા એલ.સી.બી. નર્મદા પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ફરીયાદી મુકેશભાઇ કાળૂભાઇ પરમાર રહે-અંગાડી, વાળંદ ફળીયુ તા.ગળતેશ્વર જિલ્લો-ખેડા તથા સાહેદ ક્લીનર વીકીકુમાર જશવંતભાઇ મકવાણા રહે-અંગાડી, કોટપુરા ફળીયુ તા.ગળતેશ્વર જિલ્લો-ખેડાની ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી ટ્રક ડ્રાંઇવર અને ક્લિનર ટ્રક નંબર GJ-13-W-4325 ની લઇને ખામગામ (મહારાષ્ટ્ર) ખાતે જતા હતા તે વખતે કાલ્બી-ગંગાપુર ગામની વચ્ચે આવેળ વળાંકમાં ટેકરા પાસે આવતા સાંજના અરસામાં ત્રણ અજાણ્યા માણસો ભુરા જેવા કલરની જ્યુપીટર ટુ વ્હીલર ગાડી પર આવી ફરીયાદીની ટ્રકને ઓવરટેક કરી ટૂ વ્હીલર ગાડી રસ્તાની સાઇડ ઉપર ઉભી રાખી જમીન પરથી પથ્થરો હાથમાં લઇ ટ્રક ઉભી રખાવી ત્રણ અજાણ્યા માણસો પૈકીનો એકમાણસ ટ્રક આગળ પથ્થર લઇ ઉભો રહી તથા બીજા બે માણસો ટ્રકની બંન્ને બાજુના દરવાજા ઉપર ચડી ડ્રાઇવર સાઇડે ચડેલ માણસે આ કામના ફરી.ને ગાળા ગાળા કરી ફરી. પાસે બસો રૂપિયા માંગી તથા બીજા સો રૂપિયા માંગી સો રૂપિયા આપવા જતા પાકીટ લુંટી ફરીના પાકીટમાં રહેલા ૨૫૦૦/- રૂપિયા કાઢી લઇ તથા વીવો કંપનીનો વાય ૭૩ મોડેલવાળો મોબાઇલ કિ.રૂ ૫૦૦૦/-મળી કૂલ રૂ.૭૫૦૦/- લુટી લઇ તથા કંડક્ટર સાઇડે ચડેલ અજાણ્યા માણસે કંડક્ટર વીકીભાઇને હાથમાં લાકડીના સપાટા મારી એકબીજાની મદદગારી કરી લુંટ કરેલ આ ગુનામાં ત્રણ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનો અનડીટેક્ટ હોય એમ.એસ.ભરાડા નાયબ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરાની સુચનાને આધારે પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે સી.એન.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન, રાજપીપલાના સીધા માર્ગદર્શન આધારે એમ.બી.ચૌહાણ પો.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમી હકિકત આધારે આ ગુનાના કામના આરોપીઓ (૧) નિરંજનભાઇ ઉર્ફે નિરૂ રમેશભાઇ વસાવા રહે-કેવડી સ્ટેશન ફળીયા તા.ડેડીયાપાડા તથા (૨) મિતેશભાઇ રામાભાઇ વસાવા રહે-આંબાવાડી, બુટવાલ ફળીયા, તા.ડેડીયાપાડા જિલ્લો-
નર્મદા તથા (3) જીજ્ઞેશભાઇ ચીમનભાઇ વસાવા રહે-આંબાવાળી, બુટવાળ ફળીયા તા.ડેડીયાપાડા જિલ્લો- નર્મદાએ અંજામ આપેલ હોવાની હકિકત જાણવા મળતા આરોપીઓને ગણતરીના કલાકોમા શોધી કાઢીલુંટમાં ગયેલ મોબાઇલ તથા રોકડા રૂપિયા રીકવર કરી આગળની વધુ તપાસ પો.સ.ઇ. એમ.બી.ચૌહાણ ડેડીયાપાડા પો.સ્ટે. નાઓએ હાથ ધરેલ છે.
દીપક જગતાપ, રાજપીપલા