દેડીયાપાડા તાલુકાના બયડી ગામે ગીરની ગાયનું વીજ કરંટથી મોત નીપજ્યું છે. ઘાસ ખાવા ગયેલ ગાયને જમીન પર પડેલ વાયર અડી જતા કરંટ લાગવાથી ઘટના સ્થળે જ ગાયના કરુણ મોતથી અરેરાટી બયડા પંથકમાં અરેરાટી વ્યાપી છે.
બનાવની વિગત અનુસાર દિવાનજીભાઇ વિરજીભાઇ વસાવાનો છોકરો અર્જુનભાઇ પોતાના દસ ઢોરોને ચરાઈને ઘરે આવેલ હતો તે વખતે ઘરના વાડાના શેઢા પરથી ઇલેક્ટ્રીક લાઇટની લાઈનો વાયર પસાર થતી હોઈ અને તે વખતે ઇલેક્ટ્રીક લાઈનનો વાયર તુટી જમીન પર પડતા વાડાના શેઢામાં ઘાસ
ઉગેલ હોય એક લાલ કલરની ગીર ગાય ઘાસ ખાવા માટે જતા જમીન પર પડેલ વાયરને અડી જતા તેને શરીરે વીજ કરંટ લાગ્યો હતો. કરંટ
લાગવાથી ગાયનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.
થોડા વખત પહેલા જુના ગુવાર ગામે વીજ કરંટ લાગવાથી માસુમ બાળકી સહિત વૃદ્ધ મહિલાના મોત નીપજ્યા હતા. વીજ કંપનીની બેદરકારીનો ભોગ નિર્દોષ માનવીઓ અને પશુઓ ભોગ બની રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતી વીજ કંપનીની બેદરકારી સામે ભારે રોષ ફેલાયો છે.
દીપક જગતાપ, રાજપીપલા