હાલ દેશભરમા આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા અભિયાન કાર્યક્રમમા શાળા કોલેજોમા પણ દેશભક્તિનો માહોલ રચાયો છે. જેમાં એન બારોટ વિદ્યાલય ડેડીયાપાડા પણ જોડાઈ છે.
ડેડીયાપાડા ખાતે આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે માનવ સાકળ રચી ભારત દેશનો નકશો અને રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય વાય પી ભલાણીના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો આરીફ સૈયદ, મતીન કુરેશી અને વસાવા નિલેશભાઈ દ્વારા તથા દેવાંગ વસાવા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ધોરણ 12 ના 250 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાકળ રચી દેશના નકશાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીએ રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવીને આઝાદી આમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement