Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરાડા ( ખાબજી) ગામનાં ખૂનનાં આરોપીને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ.

Share

તારીખ ૯ ઓગસ્ટના રોજ ડેડીયાપાડાનાં ભરાડા (ખાબજી)ગામે ફરીયાદી ચૈતરભાઇ ખીમજીભાઇ વસાવા પોતાના ઘરમાં જમવાનું બનાવતા હતા તે વખતે ફરીયાદીનો મોટો દિકરો સુનીલ ચૈતરભાઇ વસાવા (મરનાર) ફરીયાદીને કહેલ કે તું બરાબર જમવાનું બનાવતો નથી અને મને બાફેલું ખવડાવે છે તેમ કહી ગાળો બોલતો હોય ફરીયાદીના નાના દિકરા ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવાએ સુનીલભાઇને કહેલ કે, તું કેમ પિતાજી સાથે ઝઘડો કરે છે તેમ કહી નજીવી બાબતમાં મોટા ભાઇ સુનીલભાઇને માથાના ભાગે પાવડાથી ઉપરાચાપરી બે-ત્રણ ઘા મારી સ્થળ ઉપર મોત નિપજાવી ભાગી ગયેલ જેની દેડીયાપાડા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ કરી આગળની તપાસ કરી રહેલ હોય અને ભાગી છૂટેલ આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ. રાજેશ પરમારએ સુચના આપેલ હોય બાતમીદારો રોકી કામે લગાડતા બાતમીદારથી બાતમી મળેલ કે ઉપરોક્ત ગુનાના કામનો આરોપી- ઉમેશભાઇ ચૈતભાઇ વસાવા સગાઇ ગામના વિસ્તારમાં રાત્રી દરમ્યાન રોકાણ કરેલ છે. જે બાતમીનાં આધારે પો.સ.ઇ.એ.આર.ડામોર તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે તાત્કાલીક રાત્રીના સમયે સગાઇ ગામના વિસ્તારમાં આરોપીને પકડી પાડવા માટે સર્ચ ઓપરેશન કરતા આ ગુનાનો આરોપી ઉમેશ ચૈતરભાઇ વસાવા સૂતેલી હાલતમાં મળી આવતા તેને પકડી પાડી દેડીયાપાડા પો.સ્ટે.લાવી પૂછપરછ કરતા તેણે પોતાના મોટા ભાઇ સુનિલને પાવડાથી માથાના ભાગે મારી દેતા સ્થળ ઉપર મોત નિપજાવેલ હોવાની કબૂલાત કરતા આ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામની સીમમાં આવેલા બકરા ફાર્મમાંથી ૧૫ બકરાઓની ચોરી થતા પશુપાલકોમાં ફફડાટ…

ProudOfGujarat

ભરૂચની મંગલતીર્થ સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો …

ProudOfGujarat

રાજપીપળા : સરકારી પોલીટેકનીક ખાતે ‘સ્ટુડન્ટ સેન્સીટાઈઝેશન ઇવેન્ટ SSIP 2.0’ નો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!