હાલ 2019 લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે.જેને લઈને નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સઘન ચેકીંગ અને પેટ્રોલિંગ કરવા પોલીસ વડા હિમકર સિંહે પોલિસ અધિકારીઓને સૂચના આપી છે.જિલ્લા પોલીસ વડાની સુચનાને લઈને ડેડીયાપાડા પોલીસ મથકના PSI એસ.જે.રાઠવા પોતાની પોલીસ ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા હતા.દરમિયાન 2 ઈસમો વિસ્ફોટક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
એ બાતમીને આધારે ડેડીયાપાડાના વેરાઈમાતાજીના મંદિર પાસેથી (૧) કમલેશ મોહનલાલ ચૌધરી તથા (૨) જીતુલાલ ગિરધારીલાલ ભીલને બન્ને રહે.ગણેશપુરા તા.રાશ્મી જી.ચિત્તોડગઢ (રાજસ્થાન) હાલ રહે.ડેડીયાપાડા પાસેથી ગે.કા.વગર પાસ પરમીટનો વિસ્ફોટક પદાર્થ (૧)૨૨ સે.મી.લંબાઇની જીલેટીન સ્ટીક નંગ ૩૯૮ કી.રૂ.૨૩૮૮૦/ તથા (૨) ઇલેકટ્રીક ડીટોનેટર નંગ ૧૫૦ કી.રૂ.૧૫૦૦/ મળી કુલ ૨૫૩૮૦/- રૂપિયાનો વિસ્ફોટક તેમજ પોતાના ગાડી નં.જીજે.૦૬.એચ.૧૯૮૦ ની કિ.રૂ।.૫૦૦૦૦/- તથા રીયલમી કંપનીનો એનડ્રોઇડ ફોન કાળા રંગનો ડબલ સીમનો કિમત રૂ/- ૫,૦૦૦/-નો મળી કૂલ ૮૦૩૮૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.