Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડેડીયાપાડામાં ખેતરમાં જતા 4 લોકો પર રીંછે અચાનક હુમલો કર્યો,

Share

( રાજપીપળા:)નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સગાઈ રેન્જ કાર્યક્ષેત્રમાં ખેતરમાં જતી એક મહિલા સહિત 4 લોકો પર રીંછે અચાનક હુમલો કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.આ બનાવ બાદ નર્મદા જિલ્લા વન વિભાગ હરકતમાં આવી ગયું છે.

Advertisement

નર્મદા જિલ્લાની સગાઈ રેંજ કાર્યક્ષેત્રમા આવેલ અણડું રાઉન્ડ,અરેઠી બીટ ખાતે 19મી જૂનના રોજ સવારે 10:30 કલાકે પોતાના ઘરેથી ગામની સીમમાં કરમબાર વિસ્તારમાંથી 50 વર્ષની શાંતિબેન ગોવલિયા વસાવા જઈ રહી હતી ત્યારે વળાંકમાં રીંછ દ્વારા એમની પર અચાનક હુમલો કરાયો હતો.આ બનાવમાં એ મહિલા આંખ ડાબા હાથના ભાગે ગંભીર રીતે ઘાયલ થઈ હતી.બાદ એ મહિલાને સારવાર અર્થે ડેડીયાપાડા CHC ખાતે લઈ જવાઈ હતી ત્યાંથી તેને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી.તો બીજા બનાવમાં આંબાગામે ખેતરમાં કામ કરતા ચંદુ માકતા વસાવા(ઉ.વ.40), નરેશ ભરત વસાવા(ઉ.વ.23) તથા જયેશ ઉબડીયા વસાવા(ઉ.વ.23) પર સવારમાં 10 કલાકે રીંછ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો હતો.આ બનાવમાં ત્રણેવને જાંઘ અને હાથ ઉપર ઇજાઓ પહોંચતા એમને ડેડીયાપાડા CHC ખાતે સારવાર અર્થે રાખવામાં આવ્યા છે.

વિશાલ મિસ્ત્રી


Share

Related posts

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

પાવાગઢ પર્વતની કોતરોમાં ગીધોનો વસવાટ થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદ.

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં દશા માતાજીની મૂર્તિના વિસર્જન દરમ્યાન 3 યુવાનો તણાયા : એક યુવાનનો બચાવ, 2 લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!