ભરૂચ નગરના નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી બે વાહનોમાં બીયર અને ઇંગલીશ દારૂ મળી ને કુલ ૩,૫૭,૨૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ છે. આ અંગેની વિગતો જોતા “એ” ડીવીઝન પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજના ૭ વાગ્યાના અરસામા ટાટા નેનો અને મારુતિ સ્વીફટ એમ બે ગાડીમાં મળીને બીયર નંગ-૯૬ અને વ્હીસકી નંગ-૯૬ બોટલ મળી. બીયર અને વ્હીસકી મળી દારુ કિંમત રૂ.૧૯,૨૦૦ સહીત ૩,૫૭,૨૦૦ ની મત્તા પોલીસે એક ઈસમ સાથે અટક કરી આગળ ની તપાસ હાથ ધરી છે. અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ નગરના ‘એ’ ડીવીઝન પોલીસ વિસ્તારમાં સામાવેશ પામતા સરસ્વતી ટોકીઝ નજીક અને રતન તળાવ ઝુપડપટ્ટીમાં વિદેશી દારુ નો નવો અડ્ડો ધમધમી રહ્યો છે. આ ઉપરાંત રૂગટા સ્કુલની પાછળ ઇમરાન તથા તેના બે પુત્ર અનુ અને નવાબ નામના ઇસમો ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ વિદેશી દારૂ વ્હીસકી ૮૦૦ રૂપિયા અને બિયર ૨૦૦ રૂપિયા નાં ભાવે બે રોક ટોક વેંચાણ કરી રહ્યો હોવાની લોક ચર્ચા છે. બીજી તરફ આ ઇસમ અને તેના કુંટુબીજનો ઉપર નાના-મોટા વિદેશી દારુ નાં વેંચાણ અંગેના ગુના નોંધાયા છે. તેમજ ખુબજ માથાભારે તત્વો હોવાની પોલીસ ચોપડે છાપ ધરાવે છે. તેવી હીસ્ટરી હોવા છતાં પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યો છે તેવી લોક ચર્ચા ચાલી રહી છે. ‘એ’ ડીવીઝન માં હાલની પરિસ્થિતિ જોતા મોટા ભાગના બુટલેગરો અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા હોય તેવા સમય માં આ બુટલેગર ખુલ્લેઆમ વિદેશી દારુ નું વેંચાણ કરતો હોય અને પોલીસ હાલ કેસ ન કરી શકે તે શંકા ઉપજાવી રહ્યું છે.
નર્મદા એપાર્ટમેન્ટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલા વાહનો મળ્યા
Advertisement