Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ અંડર ગ્રાઉન્ડ ડસ્ટ બીનનું મોડેલ બનાવ્યું

Share

 

જિલ્લા કક્ષાના વિજ્ઞાનમેળામાં પ્રાથમિક શાળા વિભાગમાં દિવાનટેમ્બ્રુનની શ્રેષ્ઠ કૃતિ રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામી છે. ડાંગ જિલ્લાનાં એકલવ્ય રેસીડેન્સી સ્કુલ, મહાલ ખાતે જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ડાયેટ વઘઇ તેમજ એકલવ્ય રેસીડેન્સી સ્કુલ મહાલ આયોજિત 42 મું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-2018 યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં સમગ્ર ડાંગ જિલ્લામાંથી વિવિધ વૈજ્ઞાનિક સિદ્ધાંતોવાળી કૃતિઓ બાળવૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં આહવા તાલુકાની દિવાનટેમ્બ્રુન પ્રા. શાળાએ વિભાગ-4 માં રજૂ કરેલ કૃતિ LATEST DUST BIN MODEL (લેટેસ્ટ ડસ્ટબીન મોડેલ) ની રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળા માટે પસંદગી પામતાં સમગ્ર શિક્ષકો, અધિકારીગણ, પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં. .સૌજન્ય

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી આઈ.સી.ડી.એસ. ખાતે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દ્વારા કુપોષિત બાળકોને કિટ વિતરણ કરવામાં આવી હતી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મહિલાઓ અને કુમારિકાઓએ મહાદેવની પૂજા કરી કેવડાત્રીજ વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

ભરુચ જિલ્લા નો કુખ્યાત બુટલેગર રાજુ રાવલ પોલીસ સકંજામાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!