Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાંગ-માલેગામ ઘાટમાર્ગમાં માલસામાન ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત સર્જાયો

Share

 

સૌજન્ય-ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં માલ સામાનનો જથ્થો ભરેલી આઈસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળ ઉપરથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રના નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો (નં. એચઆર-47-બી-5506) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટ માર્ગના યુ-ટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની સાઈડના ઉંડા ખાડામાં ખાબકી પલટી મારી ગયો હતો. ટેમ્પોનો ખુરદો બોલી જવા સાથે ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : તંત્રની બેદરકારી : નારાયણ નગર 5 માં ઉભરાયેલ ગટરોનો યોગ્ય નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય : લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

પાલેજ ની જાણીતી કાર્બન કંપની માં કામદારો ની હડતાળ નાં એંધાણ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતો પાલિકાના પ્રમુખો માટે સેન્સ લેવાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!