ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી આહવા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ડાંગ દ્વારા ડાંગ જિલ્લાનું ૪૭ મું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ આહવા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના ત્રણે તાલુકાના પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક વિભાગમાં પાંચ શાળાઓની કૃતિઓ ઝોન કક્ષાએ ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પાંચ શાળાઓને અલગ અલગ પાંચ વિભાગમાં પોતાની કૃતિ ઝોન કક્ષાએ મુકવા માટે પસંદગી થઈ હતી. જેમાં સુબીર તાલુકાની હનવતપાડા પ્રાથમિક શાળાની વિભાગ- 2 પર્યાવરણ સંબંધિત ચિંતા માં” ધુમ્મસનું વોટર હાર્વેસ્ટિંગ” કૃતિ મૂકવામાં આવી હતી અને ખાંભલા સી.આર.સી સેન્ટર ની વાહુટીયા પ્રાથમિક શાળાની “સ્મોક કેચર એન્ડ એર પ્યુરીફાયર” કૃતિ વિભાગ-3 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં મૂકવામાં આવી હતી. બંને શાળાઓ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં પસંદગી થઈ ઝોન કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લેશે આ બંને શાળાઓને સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોર્ડીનેટર તથા શિક્ષણ ટીમ સુબીર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ પવાર દ્વારા આ બંને શાળાઓના શિક્ષકો અને બાળકોએ સુબીર તાલુકાનું નામ રોશન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મહામંત્રી જયરાજભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું કે તાલુકા કક્ષાના પ્રદર્શનમાં શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકોને આહવાન કર્યું હતું કે જિલ્લા કક્ષાએ પણ આપણો તાલુકો ખૂબ સુંદર પ્રદર્શન કરે અને એ આહવાનને આજે ચરિતાર્થ કરી બતાવ્યું છે તો આ તબક્કે બંને શાળાના અને સુબીર તાલુકામાંથી જિલ્લામાં ભાગ લેનાર તમામ શાળાના શિક્ષક પરિવાર અને બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઝોન કક્ષાએ પણ પસંદગી થાય એ માટે શુભકામનાઓ પાઠવી હતી.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની બે શાળા ઝોન કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેશે.
Advertisement