Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાંગ જિલ્લાની બીલીઆંબા પ્રાથમિક શાળાનો દેશમાં IGBC અંતર્ગત ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.

Share

IGBC ગ્રીન યોર સ્કુલ પ્રોગ્રામ સ્પર્ધા 2022 માં બીલીઆંબા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો. નેશનલ લેવલની આ સ્પર્ધામાં આખા ભારત દેશમાંથી 538 શાળાઓ એ ભાગ લીધો જેમાં છત્તિસગઢ રાજયની રાયપુર ઇન્ટર નેશનલ સ્કુલ, તેલંગાણા રાજયની ગોલકુંડા જવાહર નવોદય વિધાલય અને ગુજરાત રાજ્યની બીલીઆંબા પ્રાથમિકા શાળાની 3 ફાઇનલ શાળાઓમાં પસંદગી થઈ જે ત્રણે શળાઓએ IGBC ના ભારતમાં આવેલ મુખ્ય મથક હૈદરબાદ ખાતે પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરવાનું હતું.

આ કાર્યક્રમમાં બીલીઆંબા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજુ થયેલ આ પ્રેઝન્ટેશનમાં બાળકોની રજુઆત જોઇ નિર્ણાયકો પણ મંત્ર મુગ્ધ બની ગયા હતા અને પોતાની ખુરશીઓમાંથી ઉભા થઈ તાળીઓ પાડી બાળકોને પ્રોત્સાહીત કર્યા અને આખરે નિર્ણય આવતા બીલીઆંબા પ્રાથમિક શાળા એ પ્રથમ નંબર મેળવી ડાંગ જીલ્લાનું અને ગુજરાત રાજયનું નામ રોશન કર્યું છે. આ એવૉર્ડ માટે ડાંગ જીલ્લા સર્વશિક્ષા અભિયાનના આર્કિટેક્ટ જીગ્ના પટેલ, ડી.પી.ઇ. પરીમલ મિસ્ત્રી એ પણ ખૂબ જ મહેનત કરી હતી. તેમણે બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. જે બદલ શાળા પરીવાર સર્વશિક્ષા અભિયાનની ટીમને ખૂબ જ અભિનંદન પાઠવે છે, અને આભાર વ્યકત કરે છે. સાથે ગુજરાત રાજયના સર્વશિક્ષા અભિયાનના શ્રુતિએ પણ ખૂબ જ મહેનત કરી હતી. ડાંગ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. સી.ભુસારા અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એચ. ઠાકરે પણ બાળકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકો તથા શાળા પરીવારને ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા.

શાળાની આ સિદ્ધિઓ બદલ આચાર્ય વિમલકુમાર અને રસિકભાઇએ જણાવ્યું હતું કે બાળકો, શિક્ષકો અને ગામ લોકોના સહયોગના કારણે શાળાએ આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. આ સ્પર્ધામાં સહયોગ આપનાર શિક્ષણ વિભાગ અને સર્વશિક્ષા અભિયાન ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.

ProudOfGujarat

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૩૦૫ મિ.મિ વરસાદ નોંધાયો : તિલકવાડા તાલુકામાં અઢી ઇંચ વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!