ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદાર કચેરી હોલ ખાતે શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો જેમાં સુબીર તાલુકા સંઘના પ્રમુખ સમાજીભાઈ પવારે સૌ મહેમાનો અને ઉપસ્થિત શિક્ષકોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી અને શિક્ષકો દ્વારા થયેલ કામગીરીને બિરદાવી હતી. સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષક તરીકે બાળકોના હિતમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી તાલુકાને વિવિધ ક્ષેત્રે સિધ્ધિઓ અપાવવામાં જેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા વય નિવૃત્તિ બાદ નિવૃત્ત થયેલ શિક્ષકોનું અને સુબીર તાલુકામાંથી તાલુકા ફેર બદલી અને જિલ્લા ફેર બદલીમાં બદલી થયેલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સુબીર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રતિલાલભાઈ રાઉત દ્વારા શિક્ષકોની કરેલ કામગીરીની નોંધ લઈ જણાવ્યું કે છેવાડાના તાલુકા સુબીરને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવામાં શિક્ષકોની મહેનત છે અને આવી જ રીતે આગળ પણ આવી જ કામગીરી કરતા રહે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.કાર્યક્રમમાં વય નિવૃત્ત થયેલ 2 શિક્ષકો અને તાલુકા,જિલ્લાફેર બદલી થયેલ 27 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા જેવોનું સન્માન સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક મેળવનાર રસિકભાઈ પટેલ બીલીઆંબા પ્રાથમિક શાળાના શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ફેરબદલીથી ગયેલ શિક્ષકોએ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે તાલુકામાં પોતાની સેવાને લગતા પારદર્શક વહીવટી કામો, તાલુકા અને જિલ્લાના અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન અને હર હંમેશ પડખે રહેનાર તાલુકા સંઘનો સાથ સહકાર અમારા માટે અવિસ્મરણીય બની રહેશે.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન,જી.શિ.સમિતિના સભ્ય મધુભાઈ વળવી, ટી.પી.ઇ., બી.આર.સી.,રાજ્ય સંઘના આંતરિક ઓડિટર, મહિલા મંત્રી, જિલ્લા સંઘના ખજાનચી, તાલુકાસંઘ-જિલ્લા સંઘ અને ધિરાણ મંડળીના કારોબારી સભ્યો, કેન્દ્ર શિક્ષકો, સી.આર.સી અને સૌ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન નીલમબેન ચૌધરી, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા અને ના.જિ.પ્રા. શિક્ષણાધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન હિતેશભાઈ દ્વારા કરવાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન માટે તાલુકા સંઘના મહામંત્રીએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમને અંતે મહામંત્રી જયરાજ પરમાર દ્વારા શિક્ષકો એ સંગઠન માટે આપેલ સાથ સહકારને બિરદાવ્યો હતો અને ભવિષ્યમાં પણ શિક્ષકોમાં આવી જ સંગઠન ભાવના જળવાય રહે એવી આશા વ્યક્ત કરી હતી.અંતે ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો.
ડાંગના સુબીર તાલુકા ખાતે સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોનો સન્માન સમારંભ યોજાયો.
Advertisement