દિનેશભાઇ અડવાણી
ડાંગ જિલ્લામાંથી આવતી ભારતીય એથલેટિક સરિતા ગાયકવાડે સખત મેહનત કરી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે.હાલમાંજ યોજાયેલ યુરોપ એથલેટિક ચેમ્પિયનશીપમાં સરિતા ગાયકવાડે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.આ અગાઉ એશિયન ગેમ્સમાં પણ સરિતા ગાયકવાડે ચાર બાય ૪૦૦ મીટર દોડ માં સુવર્ણ ચંદ્રક દેશને અપાવ્યો હતો.આ સિદ્ધિ સર કરીને સરિતા ગાયકવાડે ફરી ડાંગનો ડંકો યુરોપમાં વગાડ્યો છે.સરિતા ગાયકવાડે આદિવાસી સમાજ,ગુજરાત સહીત ભારતનું નામ રોશન કર્યું છે.આ સિદ્ધિ બદલ સરિતા ગાયકવાડની ચારે તરફથી પ્રશંસા થઇ રહી છે તેમજ અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.
Advertisement