ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો દ્વારા થયેલ આહવાનના ભાગરૂપે રાજ્યમાં કર્મચારી મોરચા સાથે જોડાયેલ તમામ કર્મચારીઓએ 1 લી એપ્રિલના રોજ કાળો દિવસ ઉજવી તમામ કર્મચારીઓ એ કાળી પટ્ટી ધારણ કરી કચેરીના સમયથી 15 મિનિટ વહેલા પહોંચી સૌ સ્ટાફ એકત્ર થઈ 2 મિનિટ મૌન પાડી નવી પેન્સન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના શરૂ કરવા માટેના સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સૌ કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન લાગુ કરવા માટે ઉગ્ર આંદોલન થાય એવી માંગ ઊઠી છે. સૌ કર્મચારીઓના વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પોતાના સ્ટેટસમાં પણ જૂની પેન્શન લાગુ કરો જેવા સૂત્રોના સિમ્બોલ મૂકી તથા તે અંગેના સૂત્રો શેર કરી વિરોધ બતાવ્યો હતો.
ઘણા કર્મચારીઓના પરિવાર દ્વારા પણ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં આરોગ્ય કર્મચારી, તલાટી મંડળ, ક્લાર્ક વગેરે સયુંકત મોરચા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ જોડાયા હતા. સુબીર તાલુકામાં શિક્ષકોના પ્રશ્નોને ત્વરિત રજુઆત કરતા હંમેશા શિક્ષકોના પડખે રહેતા સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શામજીભાઈ પવારના નેતૃત્વમાં આ કાર્યક્રમ માટે આહવાન કરી સફળ બનાવવા પ્રયત્નો થયા હતા. મહામંત્રી જયરાજ ભાઈ પરમાર અને ખજાનચી વિહંગ પટેલ દ્વારા તમામ મંડળના કર્મચારીઓ સુધી વ્યક્તિગત સમ્પર્ક કરી આ અંગે તમામ કર્મચારીઓને જોડવા માટે વિશેષ પ્રયત્નો કર્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ થાય એ માટે જે કોઈ કાર્યક્રમો આપવામાં આવશે એમાં સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્યો અને સૌ કર્મચારીઓ મહેનત કરી કાર્યક્રમો સફળ બનાવવા કટિબદ્ધ છે એમ જણાવે છે પરંતુ જૂની પેન્શન યોજના ઘડપણની લાકડી સમાન છે જે મેળવી ને જ ઝપીશુ એમ સૌ કર્મચારીઓમાં સુર ઊઠ્યો હતો.