ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી બાદ વિજેતા થયેલ હોદ્દેદારોનું સુબીર તાલુકા પ્રમુખની ઓફિસમાં સન્માન કરવામાં આવ્યું હતું. સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળનાર પ્રમુખ શામજીભાઈ એમ.પવાર, મહામંત્રી જયરાજ એચ.પરમાર અને ખજાનચી વિહંગ પી.પટેલનું તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે સંઘના નવા હોદ્દેદારો દ્વારા પણ સૌ અધિકારીઓ અને પદાધિકારીઓનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી મીઠાઇ ખવડાવી મીઠું મોં કર્યું હતું.
આ સમયે તાલુકા પંચાયત પ્રમુખ બુધુભાઈ કામડી, કારોબારી અધ્યક્ષ રતિલાલભાઈ રાઉત, ભાજપા જિલ્લા મહામંત્રી રાજેશભાઇ ગામીત, સુબીર તાલુકા મંડળ પ્રમુખ વીનેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલ, સુબીર તાલુકાના જિલ્લા સદસ્યઓ, તાલુકા સદસ્યઓ અને સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ બુધુભાઈ કામડી, ભાજપા જિલ્લા મહામંત્રી રાજેશભાઇ ગામીત અને તાલુકા વિકાસ અધિકારી વિશાલભાઈ પટેલ દ્વારા તાલુકાની કોઈ પણ શાળામાં ઓરડા, પાણીની સુવિધા, સેનિટેશન બ્લોક, કમ્પાઉન્ડ વોલ, રમતના મેદાનની જે શાળામાં જરૂરિયાત છે એ જણાવવા માટે સૂચન કર્યું હતું. સાથે મળી સુબીર તાલુકાના બાળકોના હિતને ધ્યાનમાં લઇ કામગીરી કરીશું એમ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ તાલુકાના મામલતદાર મેડમ પ્રિયંકાબેન પટેલની પણ તાલુકા સંઘના હોદ્દેદારો એ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને મેડમ દ્વારા શિક્ષકો અને શાળાને લગતા તમામ કાર્ય જે આપના સંઘ દ્વારા રજૂઆત કરી છે એને તાત્કાલિક ઘ્યાને લઈ સાથ સહકાર આપ્યો છે અને હવે પછી પણ સાથે મળી કામગીરી કરીશું એમ જણાવ્યુ હતું. સુબીર તાલુકા પ્રા.શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા તાલુકાની કચેરીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી આપેલ સહકારને યાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોનું સુબીર ખાતે સન્માન કરાયું.
Advertisement