ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી કોરોનાના કેસોમાં સુધારો આવી રહ્યો છે શુક્રવારે પાંચ બાદ શનિવારે આઠ કેસ આવ્યા હતા. જ્યારે શનિવારે 9 દર્દીને રજા અપાઈ હતી, હાલ એકટિવ 85 છે. ડાંગ જિલ્લામાં શનિવારે આહવાના 36 વર્ષના યુવાન ૪૫ વર્ષની યુવતી, આહવા તાલુકાના ૩૪ વર્ષ અને ૪૬ વર્ષના યુવાન, જામલાપાડા 60 વર્ષના પુરુષ, સાપુતારાના ૫૦ વર્ષના પુરુષ, વઘઇ સી.એચ.સિ.સ્ટાફ ના ૨૮ વર્ષનો યુવાન અને વઘઇ તાલુકાના ભેસકાતરી ગામની 40 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ સાથે જિલ્લાનો કુલ આંક 574 પહોંચ્યો છે. શનિવારે નવ દર્દીઓ કોરોનાને માત આપી હતી જેથી હાલ એક્ટિવ કેસ 85 છે જે પૈકી ૧૩ દર્દીઓ આહવા સિવિલમાં બે દર્દીઓ સેવાધામ ખાતે અને 70 દર્દીઓ હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 901 હોમ કોરન્ટાઇનમાં છે. શનિવારે સાંજ સુધીમાં જિલ્લાભરમાં કુલ 34522 લોકોને વેક્સિન આપી દેવામાં આવી હતી.
ડાંગ જિલ્લામાં કોરોનાનાં નવ દર્દીને રજા અપાઈ, એક્ટિવ કેસ 85.
Advertisement