રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આ ચેપી અને જીવલેણ રોગના સંક્રમણની ચેઇન તોડવા સરકારે મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન છેડયું છે. બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારના લોકો વધુ સંક્રમિત થતા હોય સરકારની ચિંતા જોતા મંત્રી ગણપતસિંહ વસાવા પોતે કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થતાં જ જનતાની સેવા લાગી પડ્યા છે,
પોતાના મતવિસ્તાર સાથે આજે ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાને કોરોના મુક્ત જિલ્લો બનવવાની પહેલ કરી હતી, મંત્રીએ જિલ્લાના ત્રણ ગામોની મુલાકત લીધી હતી જ્યાં ગામજનોએ પ્રાથમિક શાળાને આસોલેશન વોર્ડ બનાવી સંક્રમિત થયેલ લોકોની સેવા કરવાનું કામ શરૂ કર્યું છે. મંત્રીએ આ સાથે આહવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને વહીવટી તંત્ર સાથે મિટિંગ પણ કરી હતી.
Advertisement