Proud of Gujarat
FeaturedGujaratINDIA

દમણના જાહેર સ્થળો પર દારૂ પીવા-વેચવા પર પ્રતિબંધ..!! જાણો કેમ?

Share

કલેક્ટર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ઘણી ફરિયાદો મળી રહી છે કે દારૂના વિક્રેતાઓ અથવા અન્ય કોઈ સ્થળેથી દારૂ ખરીદ્યા પછી લોકો સાર્વજનિક સ્થળો અને દરિયા કિનારા પર દારૂ પીવે છે. જેના કારણે ઘણી વખત ઝઘડા સહિતના ગુનાહિત પ્રવૃતિના બનાવો બનતા હોય છે. વધુ પડતા દારૂના સેવનને કારણે બીચના વિસ્તારને કારણે દરિયામાં ડૂબી જવાથી મોત થયાના અહેવાલો પણ છે. આવી પ્રવૃત્તિઓ ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડે છે, વિસ્તારની શાંતિ અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સમસ્યા ઊભી કરે છે. આ ઘટનાઓને નિયંત્રણમાં રાખવા અને લોકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ પગલું ભર્યું છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે IPC કલમ 188 હેઠળ સજાને પાત્ર રહેશે.

દમણના તમામ બીચ, જાહેર સ્થળો, સાઇડ વોક, પ્લાઝા, જેટી, ફૂટવેક્સ, પાર્કિંગ લોટ અને અન્ય સ્થળો પર દારૂના સેવન ઉપર પ્રતિબંધિત મુકાયો છે. આદેશ 5 જુલાઈ 2022 થી અમલમાં આવશે અને વધુ 60 દિવસ એટલે કે 3 સપ્ટેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે. આદેશની માહિતી દમણના તમામ પોલીસ સ્ટેશનો, આઉટ પોસ્ટ, એસપી અને એસડીપીઓ કચેરીઓ, દારૂની દુકાનો અને તમામ સંબંધિત જાહેર સ્થળો, ડીએમસી, જિલ્લા પંચાયત કચેરીના નોટિસ બોર્ડ પર લગાવવા સૂચના આપવામાં આવી છે. બીચ અને જાહેર સ્થળોએ દારૂ પીવો ગુનો છે. દમણના બીચ અને પર્યટન સ્થળો પર બોર્ડ લગાવીને બે ભાષામાં મુખ્ય રીતે પ્રસિદ્ધ કરવા પ્રવાસન વિભાગને જાણ કરાય છે.

Advertisement

Share

Related posts

ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગરબાની રમઝટ : પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત ગરબાનું આયોજન

ProudOfGujarat

ગૃહ રાજયકક્ષાના મંત્રી હર્ષ સંધવીએ હાઇ પર્ફોમન્સ સેન્ટર, નડિયાદની મુલાકાત લીધી.

ProudOfGujarat

અંકલેશ્વર શોર્ય દિનની ઉજવણી ભાગરૂપે શ્રવણ વિદ્યાભવનના વિદ્યાર્થી અને શિક્ષકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!