જેવી રીતે જુદાજુદા વિસ્તારોમાં તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીનો ગરમાવો રહે છે તેમ કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે દાદરા નગર હવેલી, દીવ, દમણ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશની ચુંટણીમાં પણ એટલો જ ગરમાવો રહે છે. જેમાં જીલ્લા પંચાયતની ચૂંટણીઓ અંગે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા. અત્યંત રસાકસી ભરેલ વાતાવરણ હોવાથી પોતાનું નામ જાહેર ન થતાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક અસંતોષની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવનારા દિવસો દરમ્યાન અસંતોષની લાગણી કઈ રીતની પોલિટિકલ ટ્રીટમેન્ટ આપે છે તે જોવું રહ્યું.
આગામી જીલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર હોય જેમાં દાદરા નગર હવેલી, દીવ, દમણની જીલ્લા પંચાયતની ચૂંટણીનાં ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. જેમાં દમણ જીલ્લા પંચાયતનાં ઉમેદવારોની સૂચિ આજે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે જેમાં મરવાડ વિસ્તારમાં ભાજપનાં નવીનભાઈ રમણભાઈ પટેલ, કડૈયા વિસ્તારમાં મહિલા ઉમેદવાર મૈત્રિબેન જતિન પટેલ પર ભાજપે પસંદગી ઉતારી છે. દ્વનેઠા A-માં વિકાસ છિબાભાઈ પટેલ, દ્વનેઠા B- માં જાગૃતિબેન કલ્પેશ પટેલ, ભીમપોર વિસ્તારમાં ઉદયકુમાર રમનલાલ પટેલ, વરકુંડ વિસ્તારમાં પ્રકાશ રમણ, આટિયાવાડ વિસ્તારમાં સુનિતાબેન મોહન હલપતિ, ડાભેલ વિસ્તારમાં વિમલ શંકર પટેલ, ધેલવાડ વિસ્તારમાં સિમ્પલ અમરત પટેલ, સોમનાથ – A વિસ્તારમાં રીનાબેન હરીશ પટેલ, સોમનાથ-B વિસ્તારમાં વર્ષીકાબેન પિયુષ પટેલ, કચીગામ વિસ્તારમાં પલ્લવીબેન મનીષ પટેલ, પટલારા વિસ્તારમાં સતિષભાઇ શ્ંતિલાલ, મગરવાડા વિસ્તારમાં ગોદવારીબેન શીતલ્કુમર પટેલ, દમણવાડા વિસ્તારમાં કલાવતિબેન મહેશભાઇ પટેલ, પરિયારી વિસ્તારમાં સુનિતાબેન રાજેશ પટેલ નાઓને જાહેર કર્યા છે.
કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલી, દીવ, દમણ જીલ્લા પંચાયતનાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો જાહેર કરાયા.
Advertisement