Proud of Gujarat
GujaratFeaturedINDIA

ડાકોરમાં વોર્ડ નં. ૧ માં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ વોર્ડ નંબર ૧ ના લોકોએ આજે સોમવારે પાલિકાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર એકમાં છેલ્લા કેટલાક મહિનાથી પીવાનું પાણી મળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાલિકા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી. માત્રને માત્ર આશ્વાસન આપે છે. અમારે ન છૂટકે પાલિકા ખાતે હોબાળો મચાવવો પડ્યો છે.
પીવાના પાણીના પ્રશ્નને લઈને લગભગ ૨૦૦ થી વધારે લોકોનું ટોળું પાલિકા ખાતે ધસી આવ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી પાણીનો પ્રશ્ન વહેલી તકે ઉકેલ આવે તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત આક્રમક બનેલા લોકોએ નગરપાલિકામાં માટલાં ફોડ્યાં હતાં. તેમજ પાલીકા બહાર ધરણા પર બેઠા હતા. પરંતુ સ્થિતિ વધુ વણસે તે પહેલા જ પોલીસનો કાફલો પણ પાલિકાએ દોડી ગયો હતો.

નગરપાલિકાના પ્રમુખ રાજેશ પટેલ દ્વારા રજૂઆત કરનારાઓને સાંત્વના આપી બાંહેધરી આપી સમસ્યાનો વહેલો ઉકેલ લાવવા હૈયા ધારણા આપતાં મામલો અટક્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ પણ હાજર હતી. પાલિકા પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વિઝ્યુઅલ લાઈનથી પાણી આપવામાં આવે છે. જેના દરમાં એકાએક ઘટાડો થયો છે, જેથી ટાંકી પૂરતા પ્રમાણમાં ભરાતી નથી. ઉપરાંત પાઇપલાઇનમાં પણ પાણી ફોર્સથી મળી રહ્યું નથી. આ મામલે પાલિકા કામગીરી કરી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને* ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૦૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : ૩૧ દર્દી સાજા થતા રજા અપાઈ કુલ આંક ૬૭૧ પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!