Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદથી બે યુવાનો મોટરસાઈકલ ઉપર લેહ-લદાખના પ્રવાસે રવાના થયા હતાં.

Share

G_J_20  દાહોદથી ગુરૂવારે સવારે બે યુવાનો મોટરસાઈકલ ઉપર અધરા ગણાતા લેહ-લદાખ પ્રવાસે રવાના થયા હતા. વડોદરામાં રહી ટ્રાવેલ કંપનીમાં જોબ કરતા ૩૩ વર્ષીય સાહિલ અનિસકુમાર દેસાઈ અને તાજેતરમાં જ પોતાનો BE કમ્પ્યુટરનો અભ્યાસ પૂર્ણ કરી સોફ્ટવેરનો વ્યવસાય આંરભના ૨૦ વર્ષીય તીર્થ મિલનકુમાર શાહ, બંને તરવરાટ ધરાવતા બાઇકપ્રેમી યુવાનો છે. તેઓએ સાહસની સાથે પર્યાવરણ જાગૃતિ, કુદરતી સ્થળો સાથે એક થ્રિલ સાથે જોડાવાનો શુભાશય સાથે બાઇક ઉપર લેહ-લદાખ પ્રવાસ માટે કરવાનો વિચાર કર્યોં. લગભગ ૬ મહિના બરફથી ઢંકાયેલા રહેતા લદાખના બહુધા માઇનસ ડિગ્રી રહેતા તાપમાન ધરાવતા સ્થળોએ અને તે પણ બાઇક દ્વારા જવા માટે તેમના માતાપિતાએ પરવાનગી આપી છે. આ બંને યુવાનો દાહોદથી લેહ-લદાખ સુધી બાઇક પર જશે. આશરે ૪૦ થી ૫૦ દિવસના આ પ્રવાસમાં તેઓ કુલ ૭૫૦૦ થી ૮૦૦૦ કિમીનો પ્રવાસ ખેડવાના છે. સાહિલ તો ભુતકાળમાં ખારડુંગલા, ચાંગલા લામાલુરુ,લીકીર જેવા લેહ-લદાખ ઝોનનો પ્રવાસ આ જ બાઇક ઉપર આ અગાઉ પણ બે વખત ખેડી ચૂક્યો છે. એટલે હાલમાં અમેરિકાની ટુર માટે ગયેલા તેના માતાપિતાને આ વખતે હવે તેના ત્રીજા પ્રવાસ માટે કોઈ ચિંતા નથી. આ સમયે દાહોદ દશાનીમા વણિક સમાજના અનેક અગ્રણીઓએ આ વણિક યુવાનને શુભકામનાઓ પાઠવી હતી. GPS સિસ્ટમથી માબાપને અપડેટ કરીને પ્રવાસનો પ્રારંભ કર્યોં

આ પ્રવાસ દરમિયાન કોઇ તકલીફ ન પડે તે માટે તીર્થે તેની બાઇકમાં લેટેસ્ટ જીપીએસ ટેક્નોલોજી સાથે ટુલ્સ પણ સાથે રાખ્યા છે જેથી રસ્તામાં કોઇ તકલીફ ન પડે.અને વળી, આ સુવિધા થકી તેમની દરેક મુવમેન્ટ પર દાહોદની બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા તેના પિતા ઘરબેઠા જ GPS સિસ્ટમથી નજર રાખી શકશે. આમ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી માતાપિતા પણ નિશ્ચિંત બન્યા છે.

Advertisement

જાણીતા હીલ સ્ટેશનોની મુલાકાતનો રોમાંચ

આ યુવાનોનો બાઇક દ્વારા દાહોદથી ગુરૂવારે સવારે નીકળ્યા બાદ રાજસ્થાનમાં આવ આવેલ વૈષ્ણવ યાત્રાધામ નાથદ્વારા, જયપુર, નૈનિતાલ, મસુરી, શિમલા, નારકંડ, મનાલી, લેહ, કારગીલ, લદાખ, પાદુમ, તુતુર્ક, પેન્ગોંગ, થઇ અમૃતસરથી દાહોદ પરત પ્રવાસ પૂર્ણ કરવાનો કાર્યક્રમ છે.


Share

Related posts

ભરૂચ : વેલસ્પન કંપનીના ચાલતા આંદોલનના 70 માં દિવસે 70 ગામના સરપંચો આંદોલનમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચનાં ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને હજારોનાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે જીલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!