Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

Share

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો હતો. આ ટાંકીનો સ્લેબ તુટતા કામ કરી રહેલા શ્રમિકોમાંથી 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની વધુ વિગત મુજબ દાહોદના આમલી ખજૂરીયામાં નલ સે જલ યોજના અંતર્ગત એક નિર્માણધીન ટાંકીનો સ્લેબ તુટ્યો હતો. આ ઘટના સવારે બની હતી જ્યારે નિયમીત રીતે શ્રમિકો કામ કરી રહ્યા હતા તે દરમિયાન જ અચાનક સ્લેબ તુટી ગયો હતો જેથી 6 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘાયલ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે પહોંચ્યુ હતું. હાલ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

આ બેંકના એકાઉન્ટ ધારકો માટે જરૂરી સમાચાર, રિઝર્વ બેંકે લીધો મોટો નિર્ણય.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

ProudOfGujarat

ડેડીયાપાડા સાગબારા તાલુકામાં નલ સે જલ યોજનામાં ગેરરીતિઓના આક્ષેપ સાથે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!