Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદ રૂલર પોલીસે ઉકરડી અને વાંદરિયા ગામેથી રહેણાંક મકાનોમાં દેશી દારૂનો વેપલો કરતી બે મહિલાઓની કરી અટકાયત.

Share

દાહોદ રૂરલ પોલીસ પોલીસ સ્ટેશનની હદમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે તેમને બાતમી મળી હતી કે ઉકરડી ગામના શેરા ફળિયામાં રહેતી મંગીબેન સનાભાઇ નીનામા તેના રહેણાંક મકાનમાં દેશી દારૂ રાખી અને છૂટક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે રૂલર પોલીસે તેના રહેણાંક મકાનમાં પહોંચી રેડ કરતા તેના ઘરમાં રાખેલા પ્લાસ્ટિકના કેનમાં દેશી દારૂ ભરેલા મળી આવ્યા હતા અને રૂલર પોલીસે દેશી દારૂનો કબજો કરી દેશી દારૂનું છૂટક વેચાણ કરતી મહિલા મંગીબેન સનાભાઇ નિનામાની અટકાયત કરી તેની સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધયો હતો.

ત્યારે દેશી દારૂનો બીજો બનાવ જેકોટ ગામમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે વાંદરિયા ગામે પટેલ ફળિયામાં રહેતી પાસુબેન સોમજીભાઈ પલાસ નામની મહિલા તેના ઘરમાં દેશી દારૂ રાખી છૂટક વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે તેના ઘરમાં ઓચિંતી રેડ કરતા તેના ઘરમાંથી પ્લાસ્ટિકના બેરલમાં દેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો અને દેશી દારૂનું છૂટક વેચાણ કરતી મહિલા પાસુબેન સોમજી પલાસની પોલીસે અટકાયત કરી તેની સામે પ્રોહી એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો.

Advertisement

Share

Related posts

દિલ્હી-NCR સહિત યુપી અને બિહારમાં ધુમ્મસનો કહેર, આ રાજ્યોમાં કોલ્ડવેવ એલર્ટ

ProudOfGujarat

નર્મદાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઇરફાન અને યુસુફ પઠાણે કર્યું મતદાન, જય શાહે ટ્વીટ કરી જનતાને કહ્યું, મતદાન આપણો અધિકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!