Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદમાં ગમખ્વાર અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણનાં સ્થળ પર મોત.

Share

દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા ત્રણ બનાવો પૈકીનો એક બનાવ અમદાવાદ-ઈન્દૌર હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના જેકોટ ગામે યુટર્ન ઉપર ગતસાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ટ્રક ચાલક તેના કબજાની જીજે-૧૬ ઝેડ-૪૦૧૦ નંબરની ટ્રક રોંડ સાઈડમાં પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતા આર જે ૪૭ જીએ-૫૫૯૪ નંબરના કન્ટેનર સાથે અથડાવી દેતા કંટેનરનો કેબીનનો ભાગ તુટી છુટ્ટો પડી જતાં ટ્રક કન્ટેરના કેબીન ઉપર પલ્ટી મારતા કેબીનમાં કન્ટેનરનો ડ્રાયવર ૨૬ વર્ષીય બલવીન્દર સીંગ દલવીરસીંગ જાટ દબાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. કંટેનરના કેબીનમાં પણ આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતાં દાહોદ તાલુકા પોલિસની સાથે સાથે આસપાસમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સંબંધે અમૃતસરના વેરકા ગામના અમીરસીંગ વીન્દરસીંગ મેરાએ નોંધાવેલ ફરિયાદને આધારે ટ્રકના ડ્રાયવર વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલિસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ગમખ્વાર અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે ગતમોડી સાંજના સાડા છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં એક ટ્રેક્ટર ચાલક તેના કબજાનું જીજે ૨૦ એ.એચ-૯૫૨૦ નંબરનું ટ્રેક્ટર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી મોટી બાંડીબાર ગામના લબાના ફળિયામાં રહેતા ૩૬ વર્ષીય જયેશભાઈ કરમચંદ લબાનાને ટક્કર મારી રોડ પર પાડી દઈ પોતાના કબજાનું ટ્રેક્ટર લઈ નાસી જતાં જયેશભાઈ કરમચંદ લબાનાને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સંબંધે મોટી બાંડીબાર ગામના કબાના ફળીયામાં રહેતા લક્ષીલકુમાર છત્રસિંહ લબાનાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલિસે ટ્રેક્ર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો ત્રીજાે બનાવ ગરબાડા તાલુકાના ખજુરીયા ગામે મોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો જેમાં ગરબાડા તાલુકાના છરછોડા ગામના પટેલ ફળિયામાં રહેતા હીતેશભાઈ બાબુભાઈ ભાભોર તેના કબજાની જીજે-૦૬ જી-ઈ-૭૭૪૫ નંબરની ક્રુઝર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ખજુરીયા ગામે પરમાર ફળિયામાં રોડની સાઈડમાં આવેલ બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં ક્રુઝર ચાલક હીતેષભાઈ બાબુભાઈ ભાભોરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. આ સંબંધે છરછોડા ગામના પટેલ ફળિયામાં રહેતા મરણજનાર હીતેષભાઈ ભાભોરના મોટાભાઈ રાહુલભાઈ બાબુભાઈ ભાભોરે નોંધાવેલ ફરિયાદને આધારે જેસાવાડા પોલિસે મરણજનાર હીતેષભાઈ ભાભોર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

સુરતમાં લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી રોકડ દાગીના સહિત 4.50 લાખ લઈ નાસી જનારી મહારાષ્ટ્રીયન મહિલા પકડાઈ.

ProudOfGujarat

લીંબડી વોર્ડ નંબર 3 મોટાવાસમાં 25 વર્ષ પછી એક સાથે 16 મજુરો દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડાના વિવિધ ગામોમાં વિકાસ કામોનું કરાયું ખાતમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!