નવજીવન કોલેજ મેદાન ખાતે ગત બુધવારે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા અગ્નિવીર ભરતી પુર્વેની નિવાસી તાલીમ વર્ગ માટે અરજીઓની સ્ક્રુટીની કરવામા આવી હતી. જેમા અમદાવાદ ખાતે યોજાનાર લશ્કરી(અગ્નીવીર) ભરતી રેલીમાં ભાગ લેવા ઓનલાઈન ફોર્મ ભરેલા ઉમેદવારો ભરતીમા સારો દેખાવ કરી શકે તે માટે રોજગાર કચેરી દાહોદ દ્વારા સંભવીત તા.૧૨ સપ્ટેમ્બરથી ૩૦ દિવસ સુધી ૬૦ ઉમેદવારો માટે વિના મુલ્યે નિવાસી તાલીમ વર્ગ યોજાનાર છે.
આ ૨૪૦ કલાકની તાલીમમા એકસ સર્વીસમેન દ્વારા ઉમેદવારોને શારીરિક તાલીમ અને તજજ્ઞ વકતા ફેકલ્ટી દ્વારા ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, કોમ્પ્યુટર અને અંગ્રેજી વિષયની થીયરી તાલીમ આપવામા આવશે. જેમા ઉમેદવારને રહેવા, જમવાની સુવિધા ફ્રી અપાશે તેમજ સાહીત્ય આપવામા આવશે. ૮૦ ટકાથી વધુ હાજરી ધરાવતા ઉમેદવારને દૈનિક ૧૦૦ રૂ. સ્ટાઈપન્ડ ચુકવાશે. તાલીમ વર્ગમા જોડાવા અરજી કરેલા ૧૩૦ જેટલા ઉમેદવારોએ પ્રીસ્ક્રુટીનીમા ભાગ લીધો હતો. જેમા ઉમેદવારોના ઉંચાઈ, વજન, છાતી તેમજ દોડ તપાસવામા આવી હતી.
પ્રીસ્ક્રુટીનીમા પાસ થયેલા ૭૦ જેટલા ઉમેદવારોના મેડીકલ કરાવીને સંભવીત તા ૧૨ સપ્ટેમ્બરથી બંને તાલીમ વર્ગમા ૬૦ ઉમેદવારોની નિવાસી તાલીમ શરુ કરવામા આવશે. તાલીમ વર્ગ માટે ઉમેદવારોની સ્ક્રુટીનીમા રોજગાર અધિકારી એ એલ ચૌહાણ, તેમજ કચેરીના સ્ટાફ અને એકસ સર્વીસમેન ઉપસ્થિત રહ્યા હતા.