આજે વિશ્વ વન દિવસ, જે દર વર્ષે ૨૧ માર્ચે ઉજવવામાં આવે છે. વૃક્ષોનું વાવેતર કરી, જંગલોનું રક્ષણ થાય, પર્યાવરણ સંવર્ધન થકી દેશમાં સમૃદ્ધિ આવે એ હેતુથી દાહોદ જિલ્લામાં નાયબ વન સંરક્ષક આર એમ પરમારની અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સેટકોમના માધ્યમથી મુખ્યમંત્રીના હસ્તે નમો વડવનનો શુભારંભ કરાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે સમગ્ર રાજ્ય અને દાહોદ જિલ્લામાં 75 જગ્યાએ નમો વડ વન વૃક્ષ વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ ખાતે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ ની ઉજવણીમાં સહભાગી થઈને ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘સેટકોમના માધ્યમથી નમો વડ વન’ ની સ્થાપનાનો શુભારંભ કરાયો હતો તથા ગુજરાતના દરેક જગ્યાએ 75 વડના વૃક્ષ વાવવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ભારતના રાષ્ટ્રીય વૃક્ષ વડના વૃક્ષોનું વાવેતર કરી રાજ્યમાં 75 સ્થળોએ ‘નમો વડ વન’ ના નિર્માણ કરવામાં આવશે આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે નાયબ વન સંરક્ષક આર એમ પરમાર સહિત વન વિભાગના અધિકારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
દાહોદ રાજુ સોલંકી
દાહોદ : આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી સેટકોમના માધ્યમથી ઉજવણી કરાઈ.
Advertisement