ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રભાવના અને દૂરદર્શિતાથી સમગ્ર દેશ સાક્ષી છે. આઝાદી બાદ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સરદાર પટેલે કુનેહપૂર્વક કાર્ય કરી, રજવાડાને એક કરી અખંડ ભારતના આપણા સપનાને સાકાર કર્યું છે. ત્યારે સમગ્ર દેશ ગુજરાતના સપૂતના જન્મદિન ૩૧ મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ ફોરેસ્ટ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લામાં આવેલ જુની પ્રાંત કચેરી સામે બુરહાનિ સોસાયટી ખાતે આવેલી દાહોદ પરીક્ષેત્ર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેશભાઈ પરમાર સહિત કર્મચારીઓ શપથ લીધા હતા.
દાહોદ રાજુ સોલંકી
Advertisement