Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : દાહોદ શહેરમાં વેપારીએ પત્ની અને ત્રણ માસુમ દિકરીઓ સાથે સામુહીક આત્મહત્યા કરી લેતા ચકચાર.

Share

દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલા સૈફી નગરમાં એક જ પરિવારના સભ્યોએ અકારણોસર ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આત્મહત્યા કરનારા પરિવારના સભ્યોમાં ત્રણ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ પોલીસને થતા ડી.એસ.પી સહીતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આત્મહત્યા કરવા પાછળનું કારણ આર્થિક સંકળામણ હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલા સૈફી નગર વિસ્તારમાં આવેલા બતુલ એેપાર્ટમેન્ટમાં છુટક વેપારનો ધંધો કરતા સૈફીભાઈ દુધિયાવાલા અને પત્ની મેજબીબેન તેમની ત્રણ દીકરીઓ અરવા, જૈનાલ, હુસૈના સાથે રહેતા હતા. શુક્રવારના રોજ સૈફીભાઈના પિતાએ ફોન કરતા પરિવારના કોઈ સભ્યો દ્વારા ફોનના ઉપાડવામાં આવતા તેઓ તેમના ઘરે પહોચ્યા હતા. જ્યાં દરવાજો ખખડાવતા ખોલવામાં ના આવતા આસપાસના પડોશીઓની મદદથી દરવાજો તોડી ઘરમાં દશ્ય જોતા પિતા ફસડાઈ પડ્યા હતા.પોતાનો પુત્ર,વહુ અને ત્રણ પૌત્રીઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.આ ઘટનાની જાણ પોલીસને કરવામા આવતા જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહીતના ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતદેહની તપાસ હાથ ધરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામા આવ્યો હતો.પોલીસને પ્રાથમિક તપાસમાં આર્થિક સંકળામણ હોવાના કારણે આ પગલુ ભર્યુ હોવાનુ બહાર આવ્યુ છે.જોકે કારણ હજી અકબંધ છે જે પોલીસ તપાસ બાદ બહાર આવશે. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ પરિવારના પાંચ સભ્યોની આત્મહત્યાના બનાવને કારણે સમગ્ર દાહોદ શહેરમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

કોરોનાની કળ વળતા જ ભરૂચવાસીઓ ઘરમાંથી અનલોક થયા : વરસાદી માહોલમાં બગીચા, ધાર્મિક સ્થળે ફરવા નીકળી વીક એન્ડને મન ભરીને માણ્યો.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!