Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં માહોલ વચ્ચે દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે પંચાયતનાં કૂવામાંથી દારૂની બોટલ, ઇન્જેક્શન મળી આવતા ખળભળાટ.

Share

દાહોદ જિલ્લામાં આવેલ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના પીવાના પાણીના કૂવામાંથી દારૂની બોટલ અને ઇન્જેક્શન મળી આવતા ખળભળાટ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં વહીવટ તંત્ર ઘટના સ્થળે દોડી આવી હતી. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના પીવાના પાણીના કૂવામાં કોઈ અજાણ્યા શખ્સોએ ગઈકાલે સવારે દારૂની બોટલ અને ઇન્જેક્શન નાંખી ગયા હતા. જેની જાણ ગ્રામજનો અને સરપંચને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક વહીવટી તંત્રને જાણ કરી હતી. જેથી આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પંચાયતના પીવાના પાણીના કૂવામાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપી વધારે તપાસ હાથ ધરી છે.

રાજુ સોલંકી:- દાહોદ

Advertisement

Share

Related posts

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

ProudOfGujarat

નડીયાદ : પીજ સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબા) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ યોજાશે.

ProudOfGujarat

બ્લડ ડોનેશન ડે : ભરૂચ જિલ્લામાં ભરૂચ સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!