દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા ની સ્પોર્ટ્ એકેડેમી ના ત્રણ રમતવીરોએ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપ માં એક સીલ્વર અને બે બ્રોન્ઝ મળી ત્રણ મેડલ મેળવી દાહોદ જીલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું હતું.
દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટ એકેડેમી ના ત્રણ રમતવીરોએ તમિલનાડુ ના ત્રુણુન્મલાઈ ખાતે યોજાયેલ નેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપ સ્પર્ધા માં ભાગ લીધો હતો, જેમા દેવગઢ બારીયાની સ્પોર્ટ એકેડેમી ના ત્રણ રમતવીરો એ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એથ્લેટિક સ્પર્ધામાં નેશનલ કક્ષાએ ત્રણ મેડલ મેળવ્યા છે, જેમા ભાવનગર ના વિશાલ મકવાણા એ 10 કિલો મીટર દોડ માં બીજો નંબર આવતા સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે કશ્યપ સંઘાણી-રાજકોટ તેમજ દ્રષ્ટિ ચૌધરી-મહેસાણા એ 3 કિલો મીટર દોડ માં બંન્ને રમતવીરોએ ત્રીજો નંબર મેળવતા બંન્ને એ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. દાહોદ જીલ્લાની દેવગઢ બારીયા સ્પોર્ટ એકડમીના સીનીયર કોચ ડી.એસ.રાઠોડ અને એક્સપર્ટ કોચ રીડમલસિહ ભાટી ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા રમત વિરોએ ભવિષ્યમાં ગોલ્ડમેડલ મેળવીને ગુજરાત રાજ્ય નું નામ રોશન કરવાની આશા વ્યક્ત કરી હતી.
દેવગઢ બારીયા ની સ્પોર્ટ્ એકેડેમી ના વિદ્યાર્થીઓએ નેશનલ એથ્લેટિક મા મેડલ મેળવ્યા
Advertisement