ફોટો:પ્રિતેશ પંચાલ
પ્રથમ દિવસે તાલુકા પંચાયત વિસ્તારના દબાણો દૂર કરાયા
એલ્ટિમેટમ બાદ પણ દબાણ જોવા મળતા સમાન કબ્જે લેવાયો
ઝાલોદ નગરમાં થોડા માસ પહેલા સરકારી જમીન પર કાચા-પાકા દબાણો હટાવ્યા બાદ ફરી દબાણકારો દ્વારા પુનઃ દબાણ કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા આ દબાણો સ્વૈછિક રીતે દૂર કરવામાં માટે જાહેર લેખિતમાં ચેતવણી આપવામાં આવી હતી.બાદ કેટલાક દબાણકારોએ પોતાના લારી-ગલ્લા સરકારી જમીન પરથી દૂર કર્યા હતા.ત્યારે કેટલાક દબાણો યથાવત પરિસ્થિતમાં જોવા મળતા બુધવારના દિવસે પાલિકાના ચીફ ઓફિસર અને ટીમ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં પ્રથમ દિવસે તાલુકા પંચાયત વિસ્તારના 200 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.સાથે સરકારી જમીન પર કાચા-પાકા દબાણના કેબીનો અને લારીઓ પાલિકા દ્વારા કબ્જે લેવામાં આવી હતી.અનેકવાર દબાણ દૂર કરવા છતાં પણ નગરમાં દબાણકારો દ્વારા પુનઃ દબાણ કરવામાં આવતા પાલિકાએ લાલ આંખ કરી છે.નગરમાં બીજા દિવસે પણ દબાણની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
ઝાલોદ પાલિકા દ્વારા તાલુકા પંચાયત વિસ્તારની આસપાસના દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.