દાહોદ જિલ્લાના ટાડાગોળા ગામે સગીરાનું ટૂંકી માંદગી દરમિયાન મોત નીપજતા પરિવારમાં અનેક શંકા કુશંકા ઉપજી હતી મોત પાછળ પરિવારને અંશ્રદ્ધા મજબૂત બનતા તેઓ મધ્યપ્રદેશના ભુવા નો આશરો લીધો હતો ગ્રામજનો ભેગા થઇ ભૂવા પાસે પહોંચે સગીરાના મોતની ચકાસણી કરાવતા તેની બે સગી કાકીઓ મોત પાછળ જવાબદાર હોવાનું જણાવ્યું હતું જેથી ભુવાની વાતને સ્ટેટ્સ પરિવારજનોએ સગીરાને ઘરની બહાર ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો તેમજ શરીરે સળગતા લાકડાના ડામ દેવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઘાયલ બંને મહિલાઓને મૂર્છિત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાડાગોળા ગામના મહુડી ફળિયામાં રહેતા માસુમ ડામોરને 14 વર્ષીય છોકરા ભાવિકને બે દિવસ તાવ આવ્યો હતો અને તેના પગમાં ચાંદા પડવાના કારણે મોત નીપજ્યું હતું બાળકનું આકસ્મિક મોત થવાના કારણે અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારે કોઈકે બાળકને કરી દીધો હોવાના કારણે બાળકનું આકસ્મિક મૃત્યુ થયું છે અથવા તો કોઈ ડાકણ ખાઈ ગઈ છે તેવી શંકા ઉપજાવી હતી જેના કારણે પરિવાર અને ગ્રામજનો સાથે ભેગા મળી મૃતક પુત્ર ભાવિક ના મોત વિશેની ચર્ચા કરી હતી જેથી ગ્રામજનો અને અન્ય લોકોએ બાળકના મોતનું કારણ જાણવા માટે મધ્યપ્રદેશ મુકામે ભુવાને ત્યાં કાજળી ભરાવવા માટે ગયા હતા મધ્યપ્રદેશ મા રહેતા ભુવાને ત્યાં ગ્રામજનો સાથે મૃતકના પિતાએ પૂછપરછ કરતા ભુવા અડદના દાણા નાખીને ભાવિક ના મોત પાછળ તેની સગી કાકી બુદ્ધિ બેન જશુભાઈ ડામોર અને નૂરી બેન રાજેશભાઈ ડામોર જવાબદાર હોવાનું જણાવ્યું હતું જેથી ભાવિક ને આ બંને જણે ભેગી થઈને ખાઈ ગઈ હોવાનું નામ પડ્યું હતું ભુવા એ જણાવેલી વાત સ્વીકારી લઈ ને માસુમ તેમના ઘરે ફોન કરી ઘરે હાજર તેના દીકરા દીકરી અને જમાઈને સહિત લોકોને જાણ કરી હતી પરિવારના સભ્યો ભૂલીને બુદ્ધિ અને ની બેનને તેના ઘરમાંથી બહાર કાઢી હતી બંને દેરાણી જેઠાણીઓ ને ઘરની બહાર આવેલા આમલી અને આંબાના ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો તેમજ લાકડા અને સળીયાથી પણ માર મારવામાં આવ્યો હતો ત્યાં જ ઓછું હોય તેમ લોકોએ કુરતાપૂર્વક હટાવીને સળગતા લાકડા અને ગરમ સળિયા વડે મહિલાઓને શરીર પર અને હાથ પગ પર ડામ દીધા હતા બંને મહિલાઓને હાથે-પગે ફેક્ચર કર્યું હતું ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસને બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી મહિલાઓને સારવાર માટે ખાનગી દવાખાને દાખલ કરવામાં આવી હતી તેમજ આરોપીઓ ફરાર થઈ ગયા હતા