દાહોદ માંથી પસાર થતા નેશનલ હાઈવે પર આવેલ હોટેલ બાલાજી માં જમવા માટે લોકો પગથિયા પર કતાર લગાવીને ઊભા હતા તે સમયે આકાશમાં તે તૂટી પડતા 10 જેટલા લોકો ઘાયલ થયા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે શહેરની વિવિધ હોસ્પિટલમાં ખસેડાયા છે
દાહોદ શહેરમાંથી પસાર થતો ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલી બાલાજી હોટલમાં રાત્રિના સમયે નગરજનો જમવા માટે ઉમટી પડ્યા હતા હોટલ ની આગળ ના પગથીયા ઉપર કતારમાં ઉભેલા લોકો જમવા માટે ખુરશીઓ ખાલી થયા તેની રાહ જોઇ રહ્યા હતા તેવા સમયે અકસ્માતે લોખંડના પગથિયા નીચે પડતા લોકો ભોય ભેગા થયા હતા જેના કારણે જમવા આવેલા લોકોને શરીરે નાનીમોટી ઈજા થતાં એમ્બુલન્સ ને ઘટનાસ્થળે બોલાવી હતી 108 તેમજ નગરપાલિકાની એમ્બુલન્સ તાત્કાલિક દોડી આવી હતી તેમજ નગરજનો પણ હોનારત સાંભળીને દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા દવાખાનાઓમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા અપાય છે જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને દવાખાનામાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલા છે આ હોનારતમાં આશરે દસ જેટલા લોકોને નાની મોટી ઈજા થવા પામી છે બનાવ સંદર્ભે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદના નેશનલ હાઈવે 47 પર આવેલ બાલાજી હોટલ ના પગથિયા તૂટી પડતા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Advertisement