દાહોદ જિલ્લાના લીમડી નગરમાં જવેલર્સ ની ઘરે તસ્કરો રાત્રી દરમિયાન મકાનની છત નો દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો ઘરના બીજા માળે તિજોરીમાં મુકેલા 15 કિલો ચાંદીના દાગીના અને ૧૯ તોલા સોનાના દાગીના મળી આશરે છ લાખ ૬૦ હજાર ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં જવેલર્સ નો ધંધો કરતા જયેશભાઈ બાબુલાલ પંચાલ રોજિંદા ક્રમ પ્રમાણે સવારે આઠથી સાંજના નવ સુધી સોના-ચાંદીના દાગીના નો ધંધો કરે રાત્રે જમીને પહેલા મળે મકાનમાં ઉંઘી ગયા હતા રાત્રિના સમયે જયેશભાઈ પંચાલ ના ઘરે જાણભેદુ તસ્કરોએ તેમના મકાનની છત પર આવેલા દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્રીજા માળેથી પ્રવેશ બીજા માળે આવી તિજોરીનું ખોલીને તેમાં મૂકેલા રૂ. 375000 ના જુના-નવા 15 કિલો ચાંદીના દાગીના તેમજ રૂપિયા 280000 ના ૧૯ તોલા સોનાના દાગીના ચોર્યા હતા. આમ કુલ 6,60,000ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી ને તસ્કર ટોળકી ફરાર થઈ ગઈ હતી ત્યારબાદ રાત્રિના અંધકારમાં જ છત ના માર્ગે થઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા સવારના સમયે જવેલર્સ ના પુત્ર દુકાન ખોલવા માટે બીજા માળે સરસામાન લેવા ગયા હતા ત્યારે તિજોરી ખુલ્લી અને સામાન વેર વિખેર જોવા મળતા તેને કંઈ અજુગતુ બન્યાની ગંધ આવી હતી જેથી તેણે તેના પરિવારને બુમ મારી ઉપર બોલાવે તપાસ કરતા ચોરી થયાનું સામે આવ્યું હતું જેથી જવેલર્સ જયેશભાઈએ આસપાસના વેપારીઓ તેમજ પોલીસને ઘટનાની જાણ કરી હતી બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા એજન્સીઓની મદદ મેળવી છે