Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

દાહોદ પંચમહાલ વાયા અમદાવાદ : દાહોદ પંચમહાલ જિલ્લામાંથી પસાર કરી અમદાવાદ શહેર તરફ લઈ જવાતાં દારુ ના જથ્થા ને મોરવા પોલીસે ઝડપી પાડયો : અમદાવાદ શહેર ના બે બુટલેગરો ને ઝડપી પાડી વધારે તપાસ માટે ચક્રોગતિમાન હાથ ધરેલ છે

Share

 

રાજુ સોલંકી ગોધરા
પંચમહાલ જિલ્લામાં ભલે દારુ બંધી ની વાતો થતી હોય છતાં છેલ્લા મહિનાઓ તરફ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારો તેમજ હાઇવે ઉપર થી વાહનો મા લઈ જવાતો વિદેશી તેમજ પરપ્રાંતીય દારૂ મોટી માત્રામાં પકડાય છે પંચમહાલ પોલીસ સબ સલમાતી ની વાતો કરે છે પણ તેનું કઇંક અસરકારક પરીણામ દેખાતુ નથી માત્ર એલ સી બી વિભાગ સક્રિયતા દાખવી ને દારૂનો વપેલો કરનારા ઓને જમ્બે કરે છે હાલ માં મોરવા હડફ તાલુકા માં આવેલ ડાંગરીયા ચોકડી પાસે દાહોદ જિલ્લામાંથી એક મારુતિ ઝેન કાર માં વિદેશી દારૂ નો જથ્થો અમદાવાદ શહેર તરફ લઈ જવામાં આવે છે તેવી બાતમી મોરવા પોલીસ ને મળતા નાકાબંદી દરમિયાન બે બુટલેગર ને દારૂ ના જથ્થા સાથે ઝડપી જેલ ભેગા કરી દીધા હતા
આ બનાવ ની પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના આઈ જી મનોજ શશિધર તથા જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ ની સૂચના અનુસાર મોરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે એન પરમાર તથા સી પી આઇ આર ટી પરમાર તથા પોલીસ સ્ટાફ ના માણસો બાતમી આધારે મોરવા તાલુકાના ડાંગરીયા ચોકડી પાસે નાકાબંદી દરમિયાન દાહોદ જિલ્લા માંથી એક સિલ્વર કલરની મારુતિ ઝેન કાર જેનો નંબર જી જે 17 સી 9808 માં વિદેશી દારૂનો જથ્થો લઇ અમદાવાદ શહેર માં જઈ રહ્યો છે જેથી મોરવા પોલીસે નાકાબંદી દરમિયાન કાર ચાલક મોહમદ નસિર મોહમદ યાસીન કુરેશી રહે. ગોમતીપૂર મરિયમબીબી ની ચાલી અમદાવાદ તથા મહંમદ ઇમરાન મહંમદ અખ્તર કુરેશી રહે. બ્રીજ નીચે રેહમ બસેરા અમદાવાદ ના ઓને કાર ની પાછળ સંતાડી રાખેલ પ્લાસ્ટીક ના ક્વાટરિયા નંગ 690 જેની કિંમત 75690 તથા સિલ્વર કલરની મારુતિ ઝેન કાર જેનો નંબર જી જે 17 સી 9808 જેની કિંમત 80000 તેમજ મોબાઈલ નંગ 2 જેની કિંમત 1000 મળી કુલ 156690 નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા મોરવા પોલીસે અમદાવાદ ના બુટલેગર મોહમદ નસિર મોહમદ યાસીન કુરેશી અને મહંમદ ઇમરાન મહંમદ અખ્તર કુરેશી પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે આ દારુ નો જથ્થો તેવો દાહોદ ના વરમખેડા ખાતે રહેતા ગોપીભાઇ મડીયાભાઇ ગણાવા પાસે થી ભરી અમદાવાદ શહેર માં લઈ જતાં હતાં મોરવા પોલીસે ત્રણેય બુટલેગર વિરુદ્ધ પ્રોહિ એકટ કલમ 65(ઈ) 65(એ) 81 98 (2) એમ વી એકટ કલમ 3 181 130 (3) મુજબ ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે

Advertisement

Share

Related posts

અમદાવાદ : આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી 27 લાખના દાગીનાની ચિલઝડપના બે આરોપી CCTV માં થયા કેદ

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં ઉમલ્લાથી પાણેથાનો રોડ ચંદ્રની સપાટી જેવો.

ProudOfGujarat

ઝઘડિયા ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!