પ્રાપ્ત વિગત મુજબ ઝાલોદ તાલુકા ના રુપાખેડા ગામ ના પારસીગ ભાઇ ભુરીયા ગઇ કાલે સવારે મોટરસાઈકલ લઇ ફરવા નીકળ્યા હતા જયારે રાત્રી ના નવ વાગ્યા ના અરસામાં મીરાખેડી ગામના તળફળીયા ના ઝારી ઝાખરા માથી પગ મા ગોળી વાગેલ હાલત મા તેમની લાશ મળી હતી આ અંગે લીમડી પોલીસ વિભાગ ને જાણ થતા ધટના સ્થળે દોડી ગયેલ તેમજ મૃતક પારસીગ ભાઇ ના ભાઇ ની ફરીયાદ ના આધારે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યા તેમજ આર્મ એકટ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
Advertisement