રાજ્ય સરકારે મે મહિનાના ધોમધખતા તાપમાં *સુજલામ સુફલામ જળ અભિયાન આદર્યું. ‘જન ભાગીદારીથી રાજ્યની પ્રજાએ નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે.’ આ જળ અભિયાનના સમાપન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધીયા ગામે વહીવટી તંત્ર અને પ્રજાનો ઉત્સાહ જુઓ કે, જે સ્થળે માટીકામ કરાયું એ જગ્યાએ 48 જેસીબી અને 2 ડમ્પરને ડિઝાઈનની જેમ ગોઠવીને ‘*જળ અભિયાન* ’નું આલેખન કરાયું. મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ હોય તો પરસેવો પારસમણી ન બને તો જ નવાઈ !!! પ્રિતેશ પંચાલ દાહોદ જીલ્લા રિપોર્ટર
Advertisement