Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી

Share

દહેજ રોડ ઉપર આવેલ જોલવા ગામ નજીક ઓ.એન.જી.સી. ની ક્રુડ ઓઇલની પાઇપલાઇનમાં કોઈ અગમ્ય કારણોસર ભંગાણ સર્જાતા અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેના પગલે એક તબક્કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા પ્રસરી જતાં વાયુ પ્રદૂષણ ફેલાઈ જવા પામ્યું હતું અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો છે.

Advertisement

Share

Related posts

લીંબડીમાં ધોધમાર વરસાદ વરસતા વીજ પુરવઠો બંધ કરાતા લોકો પરેશાન

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વહેલી સવારે કોરોનાનાં 19 પોઝીટીવ કેસો નોંધાયા કુલ આંકડો 700 થયો.

ProudOfGujarat

માંગરોળ : તડકેશ્વરની શિફા હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દર્દીએ ખરીદેલ દવામાંથી વાળ નીકળતા દવા કંપનીની બેદરકારી છતી થઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!