પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના લખીગામ ખાતે આવેલ ગ્લેનમાર્ક લાઈફ કંપનીના વેર હાઉસમાંથી ગત તારીખ 19/09/2023 ના રોજ રાત્રીના સમયે કોઈક ઈસમો દ્વારા પેલેડીયમ કાર્બન ડ્રાઇ મટીરીયલ પાઉડર (10%) વજન 27,49 કી,ગ્રા કિંમત રૂપિયા 67,39,292 ની ચોરી કરી નાશી ગયા હોવાનું કંપની મેનેજમેન્ટ દ્વારા દહેજ મરીન પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું.
જે બાદ સમગ્ર મામલા અંગેની તપાસ ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતા ક્રાઇમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટિમો બનાવી સી,સી,ટી,વી ફૂટેજ તેમજ ટેક્નિકલ &હ્યુમન શોર્ષિસથી વર્ક આઉટ હાથ ધર્યું હતું, જે બાદ પોલીસને બાતમી મળી હતી કે ગ્લેનમાર્ક કંપનીમાંથી પેલેડીયમ કાર્બન ડ્રાઇ મટીરીયલ પાઉડરની થયેલ ચોરી જયદેવ પટેલ, મયુર ઉર્ફે પુસ્પા ભાઉ તેમજ અટાલી ગામનો મોન્ટુ આ ત્રણેવની સંડોવણી હોય શકે તે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા ત્રણેવ ઈસમોને પૂછપરછ માટે લાવતા તેઓએ ચોરી અંગેની કબૂલાત કરી હતી.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે (1) મયુર ઉર્ફે કિશન ઉર્ફે પુષ્પાભાવ રાઠોડ રહે, લુવારા, વાગરા (2) મયુર ઉર્ફે મોન્ટુ હરીશભાઈ રોહિત રહે, અટાલી, વાગરા તેમજ જયદેવ ભાઈ સુરેશભાઈ પટેલ રહે, દહેજ, વાગરા નાની ધરપકડ કરી તેઓ પાસેથી પાવડર ચોરી ના રોકડા સહિત કુલ 17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય ત્રણ ઈસમોને મામલે વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.