Proud of Gujarat
FeaturedGujaratINDIA

અદાણી પોર્ટ, દહેજ ખાતે એન્જીનિયરીંગ દિવસની ઉજવણી કરાઇ

Share

અદાણી ફાઉન્ડેશન અને અદાણી પોર્ટ દ્વારા આજે એન્જિનિયરિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજની આ વિશેષ ઉજવણીમાં વાગરા તાલુકાના લખીગામની હાઇસ્કૂલના ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને ખાસ સામેલ કરાયા હતા. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આજે થયેલી મુલાકાત એમના માટે પ્રથમ ઔદ્યોગિક મુલાકાત બની હતી. તમામ વિદ્યાર્થી અને શિક્ષકોને પોર્ટ ઉપર આવેલા અદાણી સેફટી એક્સલેશન સેન્ટરની મુલાકાત કરવી હતી. વિદ્યાર્થીઓને સેફટી અને એન્જિનિયરિંગ ના અલગ અલગ મોડલ વિશે વિગતે માહિતી આપવામાં આવી હતી. એન્જિનિયરિંગ સર્વિસ ડિપાર્ટમેન્ટના વડાએ વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી એન્જિનિયરિંગ શું છે અને એન્જિનિયર શું કરી શકે તેના વિશે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી.

અદાણી પોર્ટની મુલાકાત દરમિયાન લખીગામ શાળાની વિદ્યાર્થિની દિવ્યાબેન ભાવેશગીરી ગોસ્વામીએ તમામ બાબતોમાં ખૂબ રસ લઈને સમજી હતી અને ખૂબ સારા પ્રશ્નો કરતાં આ વિદ્યાર્થિનીને વિશેષ ઈનામ અને મોમેન્ટો આપીને એના જેવા બીજા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો હતો. દહેજ અદાણી પોર્ટનાં સેફટી વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ, એડમીન વિભાગ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કારક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓએ ઉમદા પ્રતીભાવ આપી જણાવ્યુ હતું કે, દહેજ એરિયામાં પ્રથમ વખત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ કંપનીની અંદર વિઝીટ માટે બોલાવવામાં આવ્યા છે એ બદલ હું અદાણી ફાઉન્ડેશન અને અદાણી પોર્ટનો ખૂબ ખૂબ આભાર કરું છુ. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થશે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે સેવા-સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કેનેડામાં વસતા ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ અંગે ભારતીય એમ્બેસીએ આપ્યું મોટું અપડેટ

ProudOfGujarat

ભરૂચ : વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા તુલસીના રોપાઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!