ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા હોય જેમાં બાંધકામ માટે તથા એકમો શરૂ કરવા માટે બહારથી મોટાપાયે ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઔદ્યોગીક એકમોને લાગતો સામાન આવતો હોય છે જે સામાનમાં કોઈ છેતરપિંડી કે ચોરીના બનાવ ન બને તે માટે તે માટે પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન મુજબ અગાઉ આ પ્રવૃતિ સાથે જોડાયેલ માલવા પંજાબ હોટલનો માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ પર સતત દહેજ પોલીસ દ્વારા વોચ રાખવામા આવી હતી.
ગઈ 23 જુલાઈના રોજ દહેજ પોલીસને હકિકત મળેલ કે, માલવા પંજાબ હોટલમા શંકાસ્પદ માલ ટ્રેલરમા ટ્રાન્સફર થાય છે. જે હકિકત આધારે દહેજ પોલીસ રેઈડ કરતા શંકાસ્પદ લોંખંડના સળીયા ટ્રેલરમા ભરી બે ઈસમો જવાની તૈયારી કરતા જ બન્ને ઈસમોને પકડી પાડેલ અને હોટલ માલિક રિન્કુસિંઘ નાસી ગયો હતો. તપાસ કરતા જણાય આવેલ કે, સામખ્યારી (કચ્છ) ના રાજ ટ્રાંસપોર્ટનુ ટ્રેલર નંબર GJ-12-BT-1567 મા સામખ્યારી ખાતે આવેલ ઈલેક્ટ્રો થમ પ્રા.લી કંપનીમાથી લોખંડના 8MM તથા 10 MM ના સાઈઝના લાંબા 32,180 મે.ટન રૂ.18,76,022 ના સળીયા ભરી દહેજ મુકામે આવેલ વીમીત કન્સ્ટ્રકશન ખાતે પહોંચાડવા ડ્રાઈવર હેમંતકુમાર પુરાનારામ ચૌધરી દહેજ ખાતે આવેલ માલવા પંજાબ હોટલના માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ નાઓ તથા એક અન્ય ટ્રેલર નંબર GJ-06-BV-4923 ના ડ્રાઈવર રામલલીત રામ તેજ વર્મા સાથે મળી પ્લાન કરી પુર્વ આયોજીત કાવતરુ રચી ટ્રેલર નંબર- GJ12-BT -1567 માના લોંખડના સળીયા પૈકી આશરે 7030 મે.ટન કિ.રૂ. 3,37,440 નાં બારોબાર વેચાણ કરવાના ઈરાદે ટ્રેલર નંબર GJ-06-BV-4923 મા ટ્રાન્સફર કરી વીમીત કન્ટ્રકશનમા નહીં પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો. જે તમામ મુદ્દામાલ કુલ રૂ.23,37,440 નો રીકવર કરી ત્રણેયની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
દહેજમાં ખાનગી કંપનીનો માલ સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કરતી દહેજ પોલીસ
Advertisement