Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ મરીન કમાન્ડો નીકળ્યો બુટલેગર, હજારોના વિદેશી શરાબના જથ્થા સાથે પોલીસે કરી બે ની ધરપકડ

Share

દહેજ પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામ પાસેે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં લુવારા ગામનો નિકુલ ચુડાસમા તેમજ હરેશ આહિર અર્ટીગા કારમાં દારૂ ભરી લાવી વેચાણ માટે આવે છે જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો.

કારને રોકી તલાશી લેતાં તેમાં ડ્રાઇવર સીટ પર પોલીસ કોન્સ્ટેબલ મરીન કમાન્ડો નિકુલ પુરજી ચુડાસમા એસઆરપી ગ્રુપ 8 ( ગોંડલ ગ્રુપ) તેેમજ તેની સાથે ભાવનજી ઉર્ફે હરેશ ઝાલા (આહીર) હોવાનું જણાયું હતું. ટીમે તેમની કારની તલાશી લેતાં કારમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 68 હજારથી વધુની મત્તાની 168 બોટલો મળી આવી હતી.

Advertisement

ટીમે તેમના પાસેથી 10 હજારના બે મોબાઇલ તેમજ કાર મળી કુલ 5.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન. કે. મોરીએ મામલામાં વધુ તપાસ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

ભરૂચમાં અનઅધિકૃત બોટલમાંથી ગેસ રિફિલિંગ નો પદાઁફાશ કરી બે શખ્સોને ઝડપી પાડતી એસ.ઓ.જી ની પોલીસ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કુલ ૧૭૮૬૬ જેટલા પૂર અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ.૪૨.૧૯ લાખ કેશડોલ્સ પેટે સહાય ચુકવાઇ

ProudOfGujarat

ભરૂચ દહેજ પોલીસનું ભેદી મૌન તૂટ્યું, ભરૂચ દહેજ પોલીસે ભંગારની આડમાં ચાલતું દારૂનું ગોડાઉન ઝડપી પાડયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!