Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ પંથકની કંપનીમાં કોન્ટ્રાક્ટર પાસે બાર આઇફોન અને એક મેકબુકની લાંચની ચર્ચા

Share

તાજેતરમાં દહેજની એક કંપનીમાં પોતાના કરોડો રૂપિયા ફસાયેલ હોય તે રૂપિયા કંપની પાસેથી કઢાવવા માટે એક કોન્ટ્રાકટરે કંપનીના એડમીનને 12 નંગ આઇફોન અને એક મેકબુકની લાંચ આપી હોવાની ચર્ચાએ ભરૂચમાં જોર પકડાયું છે.

ભરૂચના એક કોન્ટ્રાક્ટર કે જ એક રાજકીય પાર્ટીનો હોદ્દેદાર હતો અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલ હોય આવા કોઈ કામમાં એક નામાંકિત કંપનીમાં તેમના કરોડ રૂપિયા આસપાસનું પેમેન્ટ ફસાઈ ગયેલ હોય જે નાણાં નીકળી જાય તે માટે તે નામાંકિત કંપનીના એડમીન સાથે સાંઠગાંઠ કરતા એડમીને પોતે લાંચ લીધી અને તેમની સાથે કંપનીના અન્ય માસ્તર માઈન્ડ ઓફિસરને પણ લાંચ અપાવી આ એડમીન પણ કંપનીઓના ગ્રુપમાં મોટી મોટી વાતો કરતા અને હંમેશા પોતે ડૉક્ટરેટ કર્યું હોય તેમ લોકોને શીખવાડવાનો ઢોંગ કરતા હોય તેમજ અવારનવાર મોટા મોટા નેતાઓ સાથે ફોટા સોશિયલ મીડિયામાં મુકતા હોય અને ખૂબ જ રંગીન મિજાજ ધરાવતા એડમીને ખેલ પાડી તેમના દ્વારા જ બાર આઇફોન અને એક મેકબુકની લાંચ લીધી અને અપાવી હોવાનું કહેવાય છે સમગ્ર પ્રકરણની ચર્ચા એ ખૂબ જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: જાગૃત યુવાનો દ્વારા ઉત્તર પ્રદેશમાં બનેલી બાળકીના મર્ડરની ઘટનાને લઈને મામલતદારને આવેદનપત્ર અપાશે.

ProudOfGujarat

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા ચોકડી પર બાઇક સવાર દંપતીને અન્ય બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!