Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ખાતે મની એકસેન્જર પર હુમલો – લાખોની લૂંટને અંજામ આપી લૂંટારુ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Share

વાગરાના દહેજ ખાતે રહેતા મની એકસેન્જર પર ગતરાત્રે હુમલો કરી 9 લાખ રૂપિયાની લૂંટ ચલાવાતા પોલીસે અજાણ્યા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

દહેજના મની એકસેન્જર પર હુમલો કરી લૂંટારુ રૂપિયા 9 લાખ રોકડાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મૂળ અમદાવાદના શાહીબાગ અને હાલ દહેજ જૂની પંચાયત ખાતે રહેતા અશોકકુમાર ગૌતમભાઈ મહેતા મની એકસેન્જરનો ધંધો કરે છે. સોમવારે રાતે તેઓ બાઇક ઉપર જોલવાથી દહેજ તરફ આવી રહ્યાં હતાં.તેમની પાસે ઉઘરાણીના રોકડા 9 લાખ હતા. કાળી બેગમાં રોકડા ભરી પીઠ પર બેગ ભેરવી તેઓ બાઇક લઈને રાતે 9 થી સવા નવ વાગ્યાના અરસામાં સેઝ વનના ગેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા હતા. બાઇક પર જઈ રહેલા યુવાન પર કોઈ હથિયાર વડે માથા અને ગરદનના ભાગે હુમલો કરાયો હતો. જેમાં બાઇક સાથે યુવાન રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં પડી જવા સાથે બેભાન થઈ ગયો હતો. હુમલાખોર લૂંટારુઓ રોકડા 9 લાખ ભરેલ કાળું બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. દહેજ પોલીસ અને ડી.વાય.એસ.પી. સી.કે.પટેલે સ્થળ અને ભોગ બનનારની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લૂંટ અંગે દહેજ પી.આઈ. આર. જે. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

बिशन सिंह बेदी, मदन लाल, संदीप सिंह और अन्य प्रसिद्ध हस्तियां “सूरमा” की विशेष स्क्रीनिंग में हुई शरीक!

ProudOfGujarat

ભરૂચ : દયાદરા ગામ ખાતે રસ્તા બનાવવાનાં મશીન પરથી પડી જતાં એક વ્યક્તિનું મોત નીપજયું.

ProudOfGujarat

મહિલા ટી-20 વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવનાર રાધા યાદવ રહે છે ભાડાના મકાનમાં, પિતા ચલાવે છે દુકાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!