Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજના અદાણી એન્ટરપ્રાઇઝ લિમિ. થી કોલસો ભરી નીકળેલ ડમ્પરના ડ્રાઇવરોએ લાખોનો કોલસો સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Share

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત અદાણી એન્ટરપ્રાઈઝ ખાતેથી શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના માલિક સહિત ડ્રાઇવરો એ ભેગા મળી પૂર્વ આયોજીત કાવતરું રચી દહેજથી જોલવા ફિલાટેક્સ કંપની ખાતે પહોંચાડવા માટે ડમ્પર નંબર GJ 24 X 2990 તથા GJ 24 X 6122 માં કોલસો ભરી પહોંચાડવા માટે નીકળેલ જે કોલસો તે સ્થળે નહીં પરંતુ કિમ સુરત ખાતે શિવ શક્તિ હોટલ પાસે ક્યાંક થોડો થોડો આશરે 40 ટન જેની કિંમત 3,60000 નો ખાલી કરી કાઢી લઈ વજન સરભર કરવા માટે પથ્થર – માટી નાંખી હતી.

જે ઘટના અંગેની જાણ ટ્રાન્સપોર્ટરને થતા તેઓએ દહેજ પોલીસ મથકે રાજકોટ શ્રીનાથજી ટ્રાન્સપોર્ટના માલિક રાહુલભાઈ વાંક, ભેંસલ વાગરાના આસિફભાઈ સિરાજભાઈ પઠાણ સહિત ડ્રાઇવર પ્રમોદ કેશવ પાંડે અને ડ્રાઇવર રાહુલ કુમાર શ્રી લક્ષ્મી કાંત ગોંડ સામે ફરિયાદ આપતા પોલીસે મામલે ગુનો દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શબેબરાત પર્વની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

ઉમરપાડા અને માંડવી ખાતે આદિવાસી દિવસ ની ઉજવણી થશે.

ProudOfGujarat

ભરૂચનું પાંજરાપોળ હાઉસફુલ.નવા અબોલ પશુ માટે નો એન્ટ્રી.જીવદયા પ્રેમીઓમાં નારાજગી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!